રેલી પંથકમાં વૃક્ષછેદનની ગેરકાયદે પ્રવૃત્તિથી પર્યાવરણ પ્રેમીઓ નારાજ

અમરેલી,તા.08

રાજ્યમાં ગેરકાયદે વૃક્ષછેદની પ્રવૃત્તિએ જે રીતે જોર પકડ્યું છે તે પર્યાવરણ માટે હાનીકારક છે. ત્યારે અમરેલીના મોટા બારમણમાં બેફામ રીતે વૃક્ષોનું આડેધડ છેદન  કરવામાં આવી રહ્યું છે.  સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી  મુજબ  રાયડી ડેમ સાઈડ નજીકના દાયકાઓ પુરાણા ઝાડને જડમૂળથી કાપી નાંખવામાં આવી રહ્યાં છે.સિંહ, મોર, દીપડા, ઝરખ સહિત તમામ પ્રાણીઓ એને પક્ષીઓનો અહીં વાસ છે. કેટલાક તત્વો દ્વારા બેફામ વૃક્ષો કાપીને  વન્ય જીવોના રહેઠાણમાં હસ્તાક્ષેપ કરાઇ રહ્યો છે. વર્ષો જુના વૃક્ષોનો નાબૂદ કરી દેવા છતા તંત્ર પણ કંઇ કરતું નથી જેને કારણે પર્યાવરણ પ્રેમીઓ અને કેટલાંક ગામના સામાજીક અને સેવાભાવી લોકોનો જીવ ઉકળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આવા તત્વોને  કડક હાથે ડામી દેવામાં આવે તેવી જરૂરીયાત છે.