ગુજરાત પ્રદેશ ભાજપના મહિલા અગ્રણી રેશ્મા પટેલ આગામી લોકસભાની ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠક પરથી ઊભા રહેતો વિટ્ઠલ રાદડિયાના સ્થાને ભાજપના કોઈ પણ ઉમેદવારનો ખેલ બગાડી શકે છે. એક સમયે પાસમાં રહી પોતાની તેજાબી વાણીથી હજારોની મેદનીને ઝકળી રાખવામાં જેનું નામ છે. અને પાછળથી પાટીદાર સમાજને ન્યાય આપવા ભાજપમાં ભળેલા દબંગ મહિલા યુવા નેતાની છાપ ધરાવતા રેશ્મા પટેલ છેલ્લા ઘણા સમય થયા પોતાના જ પક્ષ સામે જંગે ચડયા છે અનેક વખત રાષ્ટ્રીય અને રાજય નેતાઓ સામે તાતા તીર છોડનાર રેશ્મા પટેલ કેન્દ્રના ભાજપના નેતાઓ નિતિન ગડકરી શત્રુઘ્નસિંહા, યશવંતસિંહાની જેમ તેઓ ભાજપમાં જ રહી ભાજપને ભારે પડી રહ્યા હોય તેવું ચીત્ર ભાજપ અને કાર્યકર્તાઓમાં ઉપસી રહ્યું છે.
રેશ્મા પટેલ પાટીદાર શહીદોને નોકરી અને પડતર માંગો આજદિન સુધી ખાતરી આપી છતા પુરી નહી કરતા ભાજપ સામે રોષે ભરાયા છે. અને અવાર નવાર પત્રકાર પરિષદો કરી ભાજપ સામે આકરા પ્રહાર કરી ચૂકયા છે. રેશ્મા પટેલે તાજેતરમાં જ એક ટીવી ઈન્ટરવ્યું દરમ્યાન ભાજનનો ખેસ પહેરી ભાજપને ભાંડવામાં કાંઈ કસર છોડી નહોતી ત્યારે એક શિસ્તબધ્ધ કહેવાતી પાર્ટીના શિસ્ત અને આબરૂના ધજીયા ઉડાવ્યા હતા એમા એમપણ જણાવ્યું હતુ કે ભાજપ એકા દાગલી નીતિ અને ખોખલા વચનો આપી લોકોને છેતરનાર પાર્ટી છે મહિલા હોય, ખેડુતો હોય કે વિદ્યાર્થી હોય દરેકને વોટ બેંક સમજીને ભાજપ માત્ર ઉપયોગ કરે છે. રાજયના લોકોની સમસ્યાના સમાધાન માટે રાજનીતિમાં આવ્યા હતા સરકાર લોકોના કામ ન કરે એવા ભાજપ પક્ષ માટે હું મારો સમય અને શકિત કયારેય નહિ બગાડીશ આગામી લોકસભાની ચૂંટણી સમયે ભાજપ સામે રહી તેની ખોટી નીતિ ખૂલ્લી પાડવાના પણ ચીમકી આપી ચૂકયા છે. ત્યારે લોકોમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક સવાલલ એવો પણ ઉઠવા પામ્યો છે.
ભાજપ સામે ખૂલ્લંમ ખૂલ્લો બોલનારા રેશ્મા પટેલને પક્ષ સસ્પેન્ડ શું કામ નથી કરતો રેશ્મા પટેલથી પાર્ટીના અએવા કયા સંજોગો છે કે રેશ્મા પટેલને પાર્ટીમાંથી પાણીચુ કેમ નથી પકડાવી આપતા આવા પ્રશ્ર્નો અનેકકાર્યકરોનાં મનમાં ગણગણી રહ્યા છે.
જયારે લોકસભાની ચૂંટણીના વ્યુગલ વાગવાને હવે બે આંકડાના દિવસોની વાર છે. ત્યારે રેશ્મા પટેલ આગામી લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનો ખેલ બગાડવામાં મનમનાવી લીધું છે. સંભવત પોરબંદર અમરેલી કે જૂનાગઢ બેઠક ઉપર નજર દોડાવી રહ્યા છે. ટુક સમયમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. જો રેશ્મા પટેલ સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરે તો ભાજપનો ખેલ બગાડી શકે તેમ છે. કારણ કે સૌરાષ્ટ્રના ખેડુતો વેપારીઓ, પાટીદાર સમાજ, કરણીસેના સહિતના લોકો વિરૂધ્ધમાં છે. ત્યારે ભાજપના જ દબંગ મહિલા અગ્રણી ભાજપ સામે બાયો ચડાવે તો ભાજપને સૌરાષ્ટ્રમાં લોઢાનાચણા સાબીત થઈ શકે છે.