રોમમાં રમાઇ રહેલી રોમ રેન્કીંગ સિરિજ કુસ્તીમાં વિનેશ ફોગટે સુવર્ણ ચંદ્રક મેળવ્યો.

રોમમાં ગઇ રાત્રે 2020 સિઝનની,કુસ્તીની રોમ રેન્કીંગ સિરિજમાં પ્રભાવશાળી વિનેશ ફોગટે તેનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આંસુ મલિકે 57 કિલોગ્રામની સ્પર્ધામાં રજત પદક મેળવ્યો છે. વિનેશે તેના ચીનના 2 પ્રતિસ્પર્ધીઓને 53 કિલોની કેટેગરીમાં 4-0 થી હાર આપી હતી