ખેલો ઇન્ડીયા ગૌહતીમાં ૩પ મેડલ્સ વિનર ગુજરાતની ટીમ

*મુખ્યમંત્રીશ્રીનો અનોખો ખેલકૂદ પ્રેમ*

ખેલો ઇન્ડીયા ગૌહતીમાં ૩પ મેડલ્સ વિનર ગુજરાતની ટી

← Back

Your message has been sent

← Back

Your message has been sent

ઇન્ડીયા-ર૦ર૦ની આસામના ગૌહતીમાં ચાલી રહેલી રમતોમાં ૧૧ ગોલ્ડ સહિત ૩પ મેડલ્સ મેળવનારી ગુજરાતના ખેલાડીઓની ટીમનો ઉત્સાહ તેમની સાથે ગાંધીનગરથી વિડીયો કોલીંગ દ્વારા વાતચીત કરીને વધાર્યો હતો.

ગુજરાતના ૧૮૦ જેટલા જે ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે તેમને શુભેચ્છા આપતાં અને જોશ વધારતા કહ્યું કે તમારા સૌમાં અપાર ક્ષમતા છે હવે તમારે જિતના આત્મવિશ્વાસ સાથે અને જિતવું જ છે એવી જિજીવિષા સાથે વધુ ઉત્કૃષ્ટ પ્રદાન કરી ગુજરાતને વધુ મેડલ્સ અપાવવાના છે.

આ યુવા ખેલૈયાઓને શાબાશી આપતાં એમ પણ કહ્યું કે, ભારતના ટોપ -૩ સ્ટેટસમાં ગુજરાત આ ખેલો ઇન્ડીયામાં સ્થાન મેળવે તેવો આપણો ધ્યેય છે. તમારે તે ધ્યેય મહેનત-ધગશ અને આત્મબળે સાકાર કરવાનો છે.

તા. ૯ થી રર જાન્યુઆરી-ર૦ર૦ દરમિયાન ખેલો ઇન્ડીયાની જે સ્પર્ધાઓ આસામના ગૌહતીમાં યોજાઇ રહી છે તેમાં જૂડો, એથ્લેટિકસ, શુટિંગ, બેડમિંગ્ટન, બોકસીંગ, સાયકલીંગ, જિમ્નેસ્ટીકસ, આર્ચરી, સ્વીમીંગ તથા ટેનિસ અને વેઇટ લિફટીંગની વ્યકિતગત રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ અત્યાર સુધીમાં ૧૧ ગોલ્ડ ૧૦ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ સહિત ૩પ મેડલ્સ પ્રાપ્ત કરી લીધા છે.

આવતા વર્ષે ગુજરાત ખેલો ઇન્ડીયાનું યજમાન રાજ્ય બનવાનું છે ત્યારે ગુજરાતના ખેલૈયાઓ આ વર્ષની સ્પર્ધામાં ૪૦ થી વધુ મેડલ્સ જિતીને આવનારા ખેલો ઇન્ડીયા માટે જાતને વધુ આત્મબળથી તૈયાર કરે.

બે વર્ષોમાં ખેલો ઇન્ડીયાની વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાતે ૧૮ ગોલ્ડ સહિત બાવન મેડલ્સ મેળવેલા છે.

આસામના ગૌહતીમાં ખેલો ઇન્ડીયા-ર૦ર૦માં ભાગ લઇ રહેલા આ ખેલાડીઓની સફળતાથી સમગ્ર ગુજરાત ગૌરવાન્વિત છે. જ્જવળ દેખાવ કરી ટીમ ગુજરાત આવે ત્યારે તેમનું ઉમંગભેર સ્વાગત-સન્માન પણ કરવા ગુજરાતના સૌ નાગરિકો ઉત્સુક છે.