રોયલ અને શિવશક્તિ પાણીના બોટલ પ્લાંટ પર ISIના દરોડા

ISI માર્કાનો ઉપયોગ કરાતો હોવાની  બાતમીના આધારે તારીખ 10-07-2019ના રોજ પેયજળ ઉત્પાદક મેસર્સ શિવશક્તિ બેવરેજિસ, પ્લાન્ટ સંખ્યા 865, કલોલની સાંતેજ ટાઈલ્સ પાસે તથા ખાતરજની મેસર્સ રોયલ બેવરેજીસ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દૂરુપયોગ જણાયો હતો. આઈએસઆઈવાળા લગભગ 1003 કાર્ટૂન તેમજ 200 લેબલ વાળા રોલ મેસર્સ શિવશક્તિ બેવરેજીસના ત્યાંથી અને 1104 કાર્ટૂન તથા 40 લેબલવાળા રોલ મેસર્સ રોયલ બેવરેજિસ પાસેથી સીલ કરવામાં આવ્યા હતા.

આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે જેમાં, એ સમાવિષ્ટ છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ (આઈએસઆઈ) લાયસન્સ વગર ઉત્પાદન કરી ન શકે.ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17 ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 2 વર્ષની સજા અથવા 2,00,000નો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે.

ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના કંપનીના પેકીંગવાળા પેયજળનું ઉત્પાદન, પેકિંગ અને લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે આઈએસઆઈ માર્કાનો ઉપયોગ થતો હોય છે.