પૂર્વ લંડનના રોમફોર્ડના ભારતીય મૂળના ડૉક્ટર મનીષ શાહને કોર્ટ દ્વારા 23 દર્દીઓના જાતીય શોષણના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આગામી 7 ફેબ્રુઆરી 2020ના રોજ કોર્ટ દ્વારા તેને સજા સંભળાવવામાં આવશે. જે 23 કેસમાં ડૉક્ટર મનીષ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાંથી છ મહિલા મહિલા દર્દીઓનું ડોકટરે શારીરિક શોષણ પણ કર્યું હતું અને મહિલાઓના ગુપ્તાંગના ભાગે છેડછાડ પણ કરી હતી.
ડૉક્ટર મનીષ શાહ મહિલા દર્દીઓને હોલીવૂડ સેલીબ્રીટી એન્જેલિના જોલીની કેન્સરની વાર્તાઓ સંભળાવતો હતો અને કેન્સરની બીમારીનો ડર આપીને મહિલા દર્દીઓના બ્રેસ્ટ અને ગુપ્તાંગની તપાસ કરતો હતો. ડૉક્ટર મનીષ શાહ મહિલા દર્દીઓને કહેતો હતો કે, એન્જેલિના જોલીની આગમચેતીના ભાગ રૂપે તેના બ્રેસ્ટની તપાસ કરાવતી હતી. શું તમે પણ એન્જેલિના જોલીની જેમાં તમારા સ્તનની તપાસ કરાવવા માંગો છો.
ડૉક્ટર મનીષ શાહે મેં 2009થી જૂન 2013 સુધીમાં પૂર્વ લંડનમાં મેવાની મેડીકલ સેન્ટરની 11 વર્ષની સગીર સહીત છ મહિલા દર્દીઓનું શારીરિક શોષણ કર્યું હતું. આ સમગ્ર મામલે ડૉક્ટર મનીષ શાહને ડૉક્ટર તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તેની સામે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદીના વકીલે જજ સમક્ષ દલીલ કરી હતી કે, ડોકટરે તેના પદનો ગેરલાભ ઉઠાવીને તેને મહિલાઓના ગુપ્તાંગ અને બ્રેસ્ટની તપાસ કરી હતી જ્યારે આ પ્રકારની તપાસની બીલકુલ જરૂર નહોતી. તમામ દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે ડૉક્ટર મનીષ શાહને પાંચ મામલામાંથી મૂક્ત કર્યો હતો અને તાજેતરના 6 અને જૂના 17 કેસ આમ કુલ મળીને 23 કેસની અંદર દોષિત જાહેર કર્યો હતો.