[:gj]ઉત્તર પ્રદેશમાં સરકારી કર્મચારી હવે નહીં કરી શકે હડતાળ, 6 મહિના સુધી એસ્મા લાગુ કર્યો[:]

[:gj]ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોઈ પણ સરકારી વિભાગ, સરકારી નિયંત્રિત નિગમ અને ઓથોરીટી વગેરે પર આગામી છ મહિના માટે હડતાળ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે જરૂરી સેવાઓ જાળવણી, 1996ની કલમ 3 ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યમાં એસ્મા અમલમાં મૂક્યો છે. આ પછી, સરકારી વિભાગો, સરકાર દ્વારા નિયંત્રિત નિગમો અને ઓથોરિટી વગેરેમાં હડતાલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંદર્ભે અધિક મુખ્ય સચિવ મુકુલ સિંઘલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આદેશ બાદ કર્મચારીઓ 25 મે સુધી હડતાલ પર ઉતરી શકશે નહીં.

સરકારનાં આ નિર્ણયને કોરોનાના વધતા પ્રભાવ માટેનું એક કારણ પણ માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે સોમવારે જારી કરેલા આદેશમાં સરકારે લગ્ન સમારોહમાં ભાગ લેનારા લોકોની સંખ્યાને મર્યાદિત કરી દીધી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સૂચના મુજબ, કન્ટેન્ટમેન્ટ ઝોનની બહારના તમામ સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો અને અન્ય જૂથ પ્રવૃત્તિઓમાં એક સમયે કોઈ પણ બંધ જગ્યા જેવી કે હોલ અથવા ઓરડાની નિર્ધારિત ક્ષમતાના 50 ટકા, પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓ હાજર રહી શકશે.

કાર્યક્રમોમાં ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ, થર્મલ સ્કેનીંગ અને સેનિટાઈઝર અને હેન્ડવોશની વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, મેદાન વગેરે જેવા ખુલ્લી જગ્યાઓનાં ક્ષેત્રફળની ક્ષમતાનાં 40 ટકાથી પણ ઓછા લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંગઠને કોવિડ સમયગાળા દરમિયાન લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારની પ્રશંસા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કોવિડ-સંચાલનને અન્ય રાજ્યો માટે દ્રષ્ટાંત તરીકે વર્ણવ્યું છે.[:]