અમદાવાદ મહાનગર પાલિકા -અમપા દ્વારા લો-ગાર્ડન વિસ્તારમાં હેપ્પી સ્ટ્રીટ – ખાઉધરા બજારમાં ખાવા જતાં લોકો માટે વાહનો પાર્ક કરવાના ઉંચા નાણાં વસૂલવાનું નક્કી કરાયું છે. દિવસમાં સવારે 8-30થી સાંજના 4 વાગ્યા સુધી દ્વિચક્રી વાહન માટે પ્રતિકલાક રૂ.10 અને ફોર વ્હીલર માટે પ્રતિ કલાક રૂ.30ના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. રાત્રિના સમય માટે સાંજે 4 વાગ્યાથી બીજે દિવસ સવારે 5 વાગ્યા સુધી દ્વિચક્રી વાહન માટે રૂ.20 અને ફોર વ્હીલર માટે રૂ.50 નક્કી કરવામાં આવ્યાં છે.
જૂના ખાણીપીણી બજારને તોડીને નવું હેરીટેજ ઓપ આપીને તૈયાર કરવામાં આવેલું હેપ્પી સ્ટ્રીટમાં દીવસ દરમ્યાન બંને તરફ અને રાત્રે એક તરફ પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. દિવસ દરમ્યાન 446 ટુ-વ્હીલરો અને 35 ફોર વ્હીલરો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા રહેશે.
રાત્રિના 212 ટુ વ્હીલરો અને 21 ફોર વ્હીલરોની સુવિધા ઉપલબ્ધ રહેશે. અપૂરતી લાગતી હોય વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે 500 મીટરની ત્રિજ્યામાં ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવશે.
ફૂડ પ્લાઝાની વિશેષતા
ફિકસ સ્ટોલને બદલે ફૂડ વાન હશે
સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧ વાગ્યા સુધી ચાલશે બજાર
સવારે આ સ્થળ પર પે-પાર્કિંગ રહેશે
૪૦૨ ફોર વ્હિલ અને ૬૧ ફોર વ્હિલ પાર્ક કરી શકાશે
બધી ફૂડ વાન એક સરખી ડિઝાઇનની રહેશે
31 મોટી અને ત્રણ પ્રકારની 11 નાની ફૂડ વાન ઉભી રહેશે. એક ફૂડ વાન આગળ 24 લોકો બેસી શકે તેટલી જ જગ્યા રાખવામાં આવી છે.
મોંઘા ભાડા
૩ વર્ષ માટે ધંધાર્થીઓને અપાયા લાયસન્સ
મોટી વાનના સંચાલકોને મહિને ૯૦ હજાર
૩ વર્ષ માટે ૩૨.૪૦ લાખ
૩ પ્રકારની નાની વાન માટે મહિનાના ૨૦ અને ૩૦ હજાર
૩ વર્ષ માટે ૧૦.૮૦ અને ૭.૨૦ લાખ ચૂકવવા પડશે
મોટી વાનના માલિકે લાયસન્સના એક મહિનાના ઓછામાં ઓછા 90000 લેખે ત્રણ વર્ષ માટે 32.40 લાખ જ્યારે ત્રણ પ્રકારની નાની ફૂડવાન માટે મહિનાના 30000 અને 20000 લેખે ત્રણ વર્ષ માટે 10.80 લાખ અને 7.20 લાખ ચૂકવવા પડશે. પહેલા આજ સ્થળ પર લારીઓ પર લોકો ફૂડની મજા માણતા હતા ત્યારે હવે હેપ્પી સ્ટ્રીટ ફૂડમાં લોકો ભોજનની મજા માણશે. જો કે ઉંચા ભાડા ચૂકવતા વેપારીઓ હવે લોકો પાસેથી વધુ પૈસા વસૂલશે તેમાં કોઇ નવાઇ નથી.