વડોદરાની કંપનીના કેમિકલ વેસ્ટનું કૌભાંડ પકડાયું

છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણ માફિયાઓ બહારના જિલ્લા માંથી કેમિકલ વેસ્ટ લાવી ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર નિકાલ કરે છે. આ રેકેટ ને પર્દાફાશ કરવા પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમે માહિતી ભેગી કરી હતી. એક આઇસર ટેમ્પો ને જ્વલંતશીલ-હાઇલી એસિડિક કેમિકલ-રેસિડયું ભરેલા ડ્રમ્સ સાથે પકડી પાડયો હતો.

ગેરકાયદેસર નિકાલ કરવા અર્થે વડોદરા નંદેસરીથી ડ્રમ્સમાં કેમિકલ વેસ્ટ ભરી લવાતા ટેમ્પોને પકડી ચાલતા આ રેકેટ નો પર્દાફાશ કર્યો છે. વેસ્ટ નંદેસરી થી ભરવામાં આવ્યું હતું. જ્યાંથી ડ્રમો ભર્યા હતા ત્યાં ટેમ્પો લઇ જઈ વડોદરા GPCB ને ટેલિફોનિક જાણકારી આપી હતી. અંતે આ ટેમ્પો મેં.યુનિવર્સલ ઓર્ગેનિક- નંદેશરી -વડોદરાની કંપનીમાં લઈ ગયો હતો.

આ બાબત ની માહિતી વડોદરા GPCBને મળતાં તેની ટીમેં વેસ્ટ કેમિકલની તપાસ કરતા માલુમ પડ્યું કે જ્વલંતશીલ, એસીડીક પ્રવાહી સ્વરૂપ નું એફલૂએન્ટ ભરેલું હતું.