વાતચીતનો વીડિયો વાઇરલ, બિયરની પાર્ટી પણ હતી
વડોદરામાં ભાજપને લાંછન લગાડે તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શહેર યુવા મોરચાનો વોર્ડ નંબર 3નો ઉપપ્રમુખ આકાશ પટેલ એક યુવતી અને મિત્રો સાથે બેસીને બિયર પાર્ટી કરી રહ્યો છે. અશ્લિલ ભાષામાં યુવતી સાથે વાતચીત કરી રહ્યો છે. કારેલીબાગના વીઆઈપી રોડની સોસાયટીમાં રહેતો આકાશ વોર્ડ નંબર 3માં યુવા મોરચાનો ઉપપ્રમુખ અને શહેર યુવા મોરચાનો કારોબારી સભ્ય છે, જે વીડિયોમાં લાલ રંગની ટી-શર્ટ પહેરીને બેઠેલો દેખાય છે. અને તેઓ બિયરના પાર્ટીની મજા માણી રહ્યાં છે.આ વીડિયો ગુજરાત બહારનો છે કે કેમ તેની કોઇ ખબર પડી નથી, પરંતુ આકાશના કોઇ નજીકના સાથીએ જ વીડિયો બનાવી લીધો છે.
બીજી તરફ આકાશ પટેલે કહ્યું છે કે મને બદનામ કરવાનું ષડયંત્ર છે અને વીડિયોમાં હું નથી, વીડિયોમાં ચહેરો મોર્ફ કરીને લગાવી દેવાયો છે. ત્યારે હાલમાં તો આ ઘટનાની તપાસ થાય તો જ સત્ય સામે આવશે. બીજી તરફ ભાજપે આકાશની સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી.