વડોદરામાં બુધવાર બપોરથી મેઘરાજાએ તોફાની બેમીન્ગ કરતા સમગ્ર શહેર બેટ માં ફેરવાયું હતું. બુધવારે ગણતરી માં ૮ થી ૧૦ કલાકમાં ૨૦ ઇંચ સાંબેલાધાર વરસાદ ખાબકતા ૩૫ વર્ષનો રેકોર્ડ છે. મોસમના સરેરાશ ૯૮૯ મી.મી સામે ૫૦ ટકા વરસાદ એક જ દિવસમાં થયો હતો.
વડોદરામાં ૧૯૨૭ માં જુલાઈ મહિનામાં રેકોર્ડ વરસાદ સાથે વિશ્વામિત્રી નદી બહાર પાણી આવી ગયું હતું. બાદમાં વડોદરામાં ૧૯૪૧ ૧૯૭૧, ૧૯૭૪, ૧૯૭૬, ૧૯૯૪, ૧૯૯૬, ૨૦૦૫માં પણ પૂર આવ્યા હતા.
૨૦૦૫ માં પ્રતાપપુરા સરોવરના રિપેરિંગ કરાયેલ પાળામાં ગાબડું પડતા શહેરમાં પૂર આવ્યું હતું.
ત્યારબાદ ૨૦૧૯ માં ભારે વરસાદ સાથે આજવા માંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવીને ૩૫ ફૂટે પહોંચતા શહેરના નદી કાંઠાના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. આમ પૂરની સ્થિતિ વચ્ચે શહેરનું જનજીવન સંપૂર્ણ ખોરવાઈ ગયું હતું.
વિશ્વામિત્રી માં પૂરથી મગરો રહેણાક વિસ્તારો માં પહોંચ્યા.- બોક્સ
મગરો પણ પૂરના પાણી માં તણાઈને બહાર આવી ગયા છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ રાજસ્તંભ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણી સાથે એક મગર આવી ગયો હતો. શ્વાનના શિકારનો પ્રયાસ કર્યો હતો. રહેણાક વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
કમાટીબાગ, યુનિ.કેમ્પસમાં પૂરના પાણી પ્રવેશ્યા. -બોક્સ
વિશ્વામિત્રી નદીએ ગત રાત્રે ભયજનક સપાટી વટાવીને ૩૫ ફૂટની નજીક પહોંચતા નદીમાં આવેલા પૂરના પાણી કમાટીબાગ તેમજ યુનિ.કેમ્પસ માં પ્રવેશતા કમાટીબાગ ઝૂ ના પશુ- પક્ષીઓ તેમના પીંજરામાં જ બનાવવામાં આવેલ ભાગમાં જઈને બેસ્યા પણ જયારે યુનિવર્સીટી કેમ્પસમાં પાણી ભરાતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. જયારે મ્યુનિ.કમિશનરના બંગલામાં પણ પૂરના પાણી ભરાઈ જતા. પૂર્વ. મ્યુનિ.કમિશનરના સભ્યો ફસાઈ જતા સહીસલામત બહાર લાવવામાં આવ્યા હતા.