વડોદરા શહેરમાં એનડીઆરએફની ટીમ અટવાઈ

હાલોલથી વડોદરા આવતા રોડ પર હાઇવે પાસે ભારે પાણી ભરાઈ જતાં વડોદરામાં મદદ કાર્ય માટે આવવા માટે નીકળેલી એનડીઆરએફની ત્રણ ટીમો અટવાઈ હતી. અને વડોદરા આવી શકી ન હતી. જો કે બચાવ માટે એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી. જો કે સ્થિતિ વધુ વણસતા આર્મીની મદદ લેવામાં આવતા આર્મીની બે ટીમો મોડી રાત્રે આવી પહોંચશે તેમ તંત્રના સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતું.

વીજળી ગુલ

વડોદરામાં મંગળવારની મોડી સાંજથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે, બુધવારે પણ દિવસભર સાંબેલાધાર વરસાદ વરસતા ઘણી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને કારણે વીજ થાંભલાઓ તથા ટ્રાન્સફોર્મરમાં શોટ સર્કિટ થતાં વીજળીઓ ગુલ થઈ ગઈ હતી અને અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. શહેરમાં કુલ 37 સ્થળોએ વીજળી ગુલ થઈ હતી. જેમાં સમા, કરેલી બાગ, હરી નગર જેવા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

દિવસ દરમિયાન વરસાદ

વડોદરા- ૪૪૨ મી.મી.

પાદરા-૭૩ મી.મી.

સાવલી- ૨૦ મી.મી.

ડેસર- ૪૩ મી.મી.

કરજણ- ૧૩૭ મી.મી.

શિનોર- ૪૩ મી.મી.

ડભોઈ- ૧૫૨ મી.મી.

વાઘોડિયા- ૧૨૪ મી.મી.