જામનગર મહાનગરપાલીકા દ્વારા હવે ચોમાસાના ધમાકેદાર પ્રારંભ બાદ પ્રિ મોનસૂન કામગીરી આરંભાઇ છે. શહેરના દિગ્વીજય પ્લોટ-49 પાસેની કેનાલમાંથી પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત કેનાલો, ગટરોની સફાઇ આંરભાઇ હતી, ગટરની કેનાલોમાંથી મોટી માત્રામાં કચરો બહાર કઢાયો હતો. જેમા્ં પ્લાસ્ટીકનો કચરો વધુ હતો. તેમાંય પોલીથિન, પ્લાસ્ટિકની બોટલો વગેરે લોકો દ્વારા વગર વિચારે રસ્તા ઉપર ફેંકવામાં આવે છે તે ગટરોમાં જાય છે અને તેને કારણે ગટરો જામ થઇ જતી હોય છે. પરિણામે વરસાદી પાણી અને ગટરના પાણી વહી નહી શકતા ગટરો ઉભરાય છે.
આ પ્રિ-મોનસુન કામગીરીના કારણે ગટરો સાફ થઇ હતી અને જો ભારે વરસાદ પડે તો પાણી વહી જાય અને પાણીનો ભરાવો થાય નહીં તે માટે પ્રિ મોનસૂન કામગીરી કરવામાં આવી હતી. જે રીતે હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને સૌરાષ્ટના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઠેકઠેકાણે પાણી ભરાઇ જવાના કિસ્સા બન્યાં છે જેનુ મુખ્ય કારણ પણ આવી રીતે કચરો જમા થવાનું પણ હોય છે. જોકે આ વર્ષે ભારે વરસાદને કારણે પણ વરસાદી પાણી ભરાયાં હતાં.