[:gj]કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ [:]

[:gj]અમદાવાદ, 08 ફેબ્રુઆરી 2020

સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્યાં રૂ.800 કરોડની કેસર કેરી પાકી રહી છે ત્યાં હવે આફત દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં વારંવાર ફૂગનું આક્રમણ થતું હોવાથી 4 ટકા ઉત્પાદકતા 10 વર્ષમાં ઘટી છે. તેની સામે દક્ષિણ ગુજરાતના આંબાની ઉત્પાદકતામાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. આમ સૌરાષ્ટ્રમાં કેસર કેરીના આંબા 25 ટકા ઓછું ઉત્પાદન દક્ષિણ ગુજરાતની રખામણીએ 10 વર્ષથી કરી રહ્યાં છે. કેસર કેરી હવે નુકસાની કરી રહી છે. જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના નિષ્ણાંતોએ જાહેર કરેલા અહેવાલથી સ્પષ્ટ થયું છે. ફુગનું આક્રમણ વધે નહીં તે માટે કૃષિ વિજ્ઞાનીઓએ કેટલીક ભલામણ કરી છે. પણ ઝાકળના કારણે ફૂગનું આક્રમણ થાય છે.
“ગીર કેસર કેરી” અને “ભાલીયા ઘઉં” છે દેશમાં અનોખી જીઆઈ ઓળખ આપી ભલે પણ કેસર કેરીની ઉત્પાદકતાં જો આ રીતે ઘટતી રહેશે તો ખતરો છે.

સૌરાષ્ટ્રમાં ઉત્પાદકતા ઘટી રહી છે
ફૂગ લાગવાથી આંબા પર મોર-ફૂલ આવે છે તે ખરી જાય છે અને તેથી ઉત્પાદકતાં પર વિપરીત અસર પડી રહી છે.
2004-05 અને 2011-12ની વચ્ચે સૌરાષ્ટ્રમાં કેરીનું વાવેતર 44 હજાર હેક્ટરથી 7.73 ટકા વધીને 48 હજાર હેક્ટર થયું હતું. જેમાં કેરીનું ઉત્પાદન 3.12 લાખ ટનથી 7.28 ટકા વધીને 3.35 લાખ ટન થયું હતું. વાવેતર વધવાની સામે ઉત્પાદન ઘટી રહ્યું છે. હેક્ટર દીઠ ઉત્પાદકતા સૌરાષ્ટ્રમાં 7062 હેક્ટર હતી જે ઘટીને 6793 થઈ ગઈ છે. આમ ઉત્પાદકતામાં 3.81 ટકાનો ઘટાડો થયો છે.

ગુજરાત રાજ્યમાં વાવેતર અને ઉત્પાદકતા વધી, સૌરાષ્ટ્રમાં ઘટી
સૌરાષ્ટ્રની સામે સમગ્ર ગુજરાતમાં આંબાના બગીચાનું 1.40 લાખ હેક્ટર વાવેતર સામે 3.77 ટકા વધીને 1.45 લાખ હેક્ટર થયું છે. કેરીનું ઉત્પાદન 9.74 લાખ ટન 14.10 ટકા વધીને 11.11 લાખ ટન થઈ ગયું હતું. હેક્ટર દીઠ 6986 કિલો 9.72 ટકા વધીને 7665 કિલો થઈ ગઈ હતી.

સૌરાષ્ટ્ર હવે કેરીના બગાચી માટે અનુકૂળ નથી રહ્યાં
આમ સૌરાષ્ટ્રમાં આંબાના બગીચા હવે ઉત્પાદન ગુમાવી રહ્યાં છે. તેની સામે દક્ષિણ ગુજરાતના આંબાના બગીચા નફાકારક બની ગયા છે. વારંવાર રોગચાળો અને વાવાઝોડું તથા કુદરતી હવામાનમાં થયેલા ફેરફાર તેના માટે કારણભૂત છે.
2006 અને આજે આંબાના બગીચાનું વાવેતર 
રાજ્યનું 72300 હેક્ટરમાં વાવેતર હતું, જે આજે કૂલ 85400 હેક્ટર થઈ ગયું છે. 13 વર્ષમાં 13100 હેક્ટર વાવેતર વધી ગયું છે. દર વર્ષે સરેરાશ 1 હજાર હેક્ટરના આંબા વધી રહ્યાં છે.
જુનાગઢ અને ગીરસોમનાથનું 17300 હેક્ટર વાવેતર હતું જે આજે 22600 હેક્ટર છે.
નવસારીમાં 13600 હતું તે આજે 21000 થઈ ગયું છે.
વલસાડમાં 26000 વાવેતર હતું જે 24600 હેક્ટર વાવેતર થઈ ગયું છે.
અમરેલી 2800 હતું જે 5600 થઈ ગયું છે.
ગુજરાતમાં કેરીનું હેક્ટરમાં હાલમાં વાવેતર
વલસાડ 24600
નવસારી 21000
ગીરસોમનાથ 16700
જુનાગઢ 5900
અમરેલી 5600
કચ્છ 4800
સુરત 2100
ભાવનગર 1100
સાબરકાંઠા 1000
બનાસકાંઠા 500
વડોદરા 600
નર્મદા 300
તાપી 200
ડાંગ 100
ખેડા 100
પાટણ 100
દાહોદ 100
કૂલ 85400
દેશનું ઉત્પાદન
રૂ.35 હજાર કરોડનું કેરીનું ઉત્પાદન ભારતમાં થાય છે. કૂલ ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં કેરીનો 12 ટકા હિસ્સો ભારતમાં છે.

કેરી પકવતાં ટોપ 10 રાજ્યો 2014 (રકમ કરોડ રૂપિયા છે)
ઉત્તરપ્રદેશ 8400
બિહાર 4600
આંધ્ર 3500
મહારાષ્ટ્ર 3000
તમીલનાડુ 2400
તેલંગણા 2400
કર્ણાટકા 2100
પશ્ચિમબંગાળ  2000
ગુજરાત 2000
ઓરીસા  1900
દેશમાં બધુ મળીને કેરીનું કૂલ ઉત્પાદન 36535.66 કરોડ છે

ફૂલ ખરીજવા – આંબાનો ભૂકીછારો 
ડીસેમ્બર–જાન્યુઆરી મહિનામાં જયારે આંબામાં મોર-ફૂલ આવે તે વખતે ફૂગથી થતો રોગ જોવા મળે છે. મોરની દાંડી પર સફેદ છારી જોવા મળે છે. મોર ઉપરાંત નવા વિકાસ પામતા પાનની પાછળની બાજુએ રોગ પાનને વિકૃત કરે છે.  ભૂકી છારાનું મુખ્ય લક્ષણ જોઈએ તો સફેદ ભૂકી જેવું આવરણ મોર અને નાના મરવા (કેરી) પર જોવા મળે છે. નાના ફળ અને મોર ખરી પડે છે. આંબાવાડીયામાં અનેક આંબાઓ જાણે કે વાંઝીયા હોય તેમ દેખાય છે.

રોગનો ફેલાવા માટે ભેજ, વાદળીયું હવામાન, વહેલી સવારે પડતા ઝાકળ જવાબદાર છે. 

ખાતર અને પિયત
આંબામાં કેરી બેઠા પછી કેરીઓ વટાણા જેવડી થાય ત્યારે તેના વિકાસ માટે પુખ્ય વયના આંબાના ઝાડ દીઠ 2 કિલો ઓર્ગેનિક ખાતર, થડથી એક મીટર દૂર રગમાં આપીને પિયત આપવું. કેરી વટાણા કદની થાય ત્યારે જ પ્રથમ પિયત આપવાનું હોય છે. આથી આ સમયે ખાતર આપીને પ્રથમ પિયત આપવું.
કેરીઓનું ખરણ અટકાવવા માટે
આંબામાંની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી જાય છે. ફળ ખરતા અટકાવવા માટે કેરી વટાણા જેવડી થાય ત્યારે 10 લિટર પાણીમાં 300 મિ.લી. થી 350 મિ.લી. કૃષિઅમૃત 2030 આંબા માટે મીશ્રણ કરીને 25-40 દિવસમાં 2 વાર છંટકાવ કરવો પડે છે.
આંબામાં મોર આવવાના સમયે મધિયો, ડૂંખ અને મોરને કોરી ખાનાર ઇયળ, ફૂલો ખાતી ઇયળ અને મોરની ગાંઠીયા માખી જેવી જીવાતો અને ભૂકા-છારા નામના રોગનો ઉપદ્રવ જોવા મળે છે.
1 ટકો પણ વાવેતર આંબાનું નથી
સૌરાષ્ટ્ર ક્ષેત્રના મુખ્ય પાકમાં તેલીબિયાં (મગફળી, તલ અને એરંડા) એ કુલ પાકના કુલ ક્ષેત્રના 51.52% છે. કપાસ 33.87% અને અનાજ 19.47%, મસાલા 2.14%, ફળોમાં કેરી 0.88% અને ચીકુ 0.26% અને શાકભાજીમાં રીંગણ 0.63% અને ભીંડા 0.37%નું ઉત્પાદન ઘરાવે છે.[:]