રાજકોટ, તા. ૧૬ :. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ અને વાદળિયા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો છે. ઉનાળાના આકરા તાપમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટયો હતો પરંતુ ફરી ચોમાસાની સીઝનમાં સતત વરસાદ અને પાણીના ખાબોચીયાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો તાવ સહિતની બીમારીનો ભોગ બન્યાં છે. વાતાવરણમાં ઠંડક વધુ પ્રમાણમાં પ્રસરતાં લોકો શરદી, ઉધરસનો શિકાર બની રહ્યા છે. શરદી – તાવના કારણે દર્દીઓની વધતી સંખ્યાથી સરકારી – ખાનગી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે નદી, જળાશયો તેમજ જળસ્તર વધતા નવા પાણીની આવક તેમજ કેટલીક જગ્યાએ ભૂગર્ભ ગટરો છલકાતા પાણી ભળી ગયાની ફરીયાદો ઉઠી છે, ત્યારે નવા પાણીથી ઝાડા-ઉલ્ટીની બિમારી પણ ખૂબ વધી છે. તબીબો કહે છે કે વાતાવરણ તેમજ નવા પાણીથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. બહારનું ન ખાવુ તેમજ ઠંડો ખોરાક શકય હોય ત્યાં સુધી ન લેવો તેમજ મચ્છરોથી બચવા મચ્છરદાની તેમજ સાફ કપડા પહેરવા જોઈએ. હજારો દર્દીઓ તેમજ આજે વાયરલ ઈન્ફેકશનને કારણે શરદી, તાવ તેમજ ઝાડા-ઉલ્ટીની પહેશાની વેઠી રહ્યા છે