વલસાડ જિલ્લાના ખડકીના રહીશ પાંડુરંગ છ વર્ષથી વારલી પેઇન્‍ટીંગ કરે છે

ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા વારલી પેઇન્‍ટીંગના કલાકારોને પ્રોત્‍સાહિત કરવા બે દિવસીય વારલી પેઇન્‍ટીંગ પ્રદર્શન અને વેચાણનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા પ્રદર્શનીનો પ્રારંભ કરાવી, વારલી પેઇન્‍ટીંગના કલાકારોને પ્રોત્‍સાહન આપવા પ્રદર્શનનો લાભ લેવા નગરજનો સહિત આમજનતાને અપીલ કરી છે.
લક્ષ્મણ હોલ ખાતે પ્રદર્શનમાં દિવાલ પર વારલી પેઇન્‍ટીંગ, ફોટોગ્રાફસ, વારલી પેઇન્‍ટીંગવાળી ટી શર્ટ સહિત વારલી પેઇન્‍ટીંગની અનેકવિધ વસ્‍તુઓમાં મુકવામાં આવી છે. પ્રદર્શન દિવસે પ્રદર્શન નિહાળવા અને વારલી પેઇન્‍ટીંગની ચીજવસ્‍તુઓ ખરીદવા લોકો ઉમટી પડયા હતા.વારલી પેઇન્‍ટીંગ પ્રદર્શનને નિહાળી જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ જણાવ્‍યું હતું કે, ટ્રાયબલ કલ્‍ચરનું એક અલગ વિશ્વ છે. નાના ઘર થી માંડીને રાષ્‍ટ્રપતિ ભવન સુધી વારલી પેઇન્‍ટીંગ શોભા આપે છે. વારલી પેઇન્‍ટીંગના કલાકારોને આવા પ્રદર્શનની માર્કેટ મળશે.આર્થિક સધ્‍ધરતાના દરવાજા આપીને તેમના અર્થતંત્રમાં પરિવર્તન લાવવાનું છે. બ્રિટીશરોએ પણ ટ્રાયબલ કલ્‍ચરના વખાણ કર્યા હતા. બુકો પણ લખી છે. વારલી પેઇન્‍ટીંગને બ્રાન્‍ડ સાથે ઓનલાઇન પણ વેચાણની વ્‍યવસ્‍થા કરવા સાથે આદિવાસી ક્ષેત્રમાં વેચાણ પોઇન્‍ટ બનાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.પ્રાયોજના વહીવટદાર કચેરી વાંસદા દ્વારા યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. પ્રાયોજના વહીવટદાર એમ.બી.ચૌધરીએ જણાવ્‍યું હતું કે, પ્રાયોજના કચેરી દ્વારા વારલી પેઇન્‍ટીંગ અને બામ્‍બુ આર્ટની પ૦૦ જેટલા યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવી છે. આ તાલીમબધ્‍ધ વારલી પેઇન્‍ટીંગના કલાકારોને સારૂ આર્થિક ઉપાર્જન મળે, વેલ્‍યુ એડીશન થાય તે આશય સાથે શહેરોમાં વારલી પેઇન્‍ટીંગ પ્રદર્શન-વેચાણ આયોજન થાય છે.
વારલી પેઇન્‍ટીંગના કલાકાર વલસાડ જિલ્લાના ખડકીના રહીશ પાંડુરંગભાઇ છેલ્લા છ વર્ષથી વારલી પેઇન્‍ટીંગનું કામ કરે છે. શરૂઆતમાં કાચા ઘરોમાં કાચુ લીંપણ, ચોખા અને ગુંદરના મિશ્રણ કરીને, દાતણની પીંછી બનાવીને પ્રસંગોપાત અને ઉત્‍સવમાં ચિત્ર રેખાંકીત કરતા હતા. હવે રાજય સરકારના ટ્રાયબલ વિભાગ દ્વારા યુવાનોને વારલી પેઇન્‍ટીંગની કળા જીવંત રાખવા તાલીમ સાથે વેચાણ માટે આવા પ્રદર્શનો પણ યોજવામાં આવે છે.એ અમારા માટે આશાનું કિરણ છે.ટેકનોલોજી ઓફ ઇન્‍સ્‍ટીટયુટ આયોજક સંસ્‍થાના ડાયરેકટર રામેશ્વર સી.ગોસ્‍વામીએ સૌને આવકારી, આદિવાસીઓની હસ્‍તકલાઓને વધુમાં વધુ ઉત્તેજન મળે અને કલાકારો વારલી પેઇન્‍ટીંગની સંસ્‍કૃતિ જીવંત રાખે તે આશય પ્રદર્શનનો હોવાનું જણાવ્‍યું હતું.