આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં શરતી ઠરાવ મંજૂર કર્યો
આણંદ નગરપાલિકાની સામાન્ય સભાપ્રમુખ કાંતિ ચાવડાના અધ્યક્ષસ્થાને મળી હતી. આણંદ શહેરને બૃહદ નગરપાલિકાબનાવવા માટે રાજ્ય સરકાર અવારનવાર સૂચનો મંગાવતી હોઇ ટૂંક સમયમાં જ આ પ્રક્રિયાપૂરી કરી દેવાશે તેમ જણાવતાં ચાવડાએ જણાવ્યું કે વલ્લભવિદ્યાનગર તથા કરમસદને ભેળવી દેવા શરતી ઠરાવ મંજૂરકર્યો છે અને તેમાં કોઇ વાંધો-વિરોધ નથી, બેઠકમાં અંદાજેસાડા આઠ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામો હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી છે.આ ઉપરાંત બૃહદ નગરપાલિકા બનાવવા અંગે કરમસદ તથા વલ્લભવિદ્યાનગર પાલિકાને મર્જ કરવામાટે તેમને મળતી ગ્રાન્ટ અને મહેકમ ખર્ચ ઉપરાંત ભવિષ્યમાં મળતી ગ્રાન્ટ સહિતનાલાભો યથાવત રાખીને શરતી મંજૂરી આપતો ઠરાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થઇ જશે અને વર્ષ-૨૦૨૨માં આણંદનેમહાનગરપાલિકા ઘોષિત કરી દેવામાં આવશે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.