વાડિલાલ હોસ્પિટલે મૃત દેહો હદલી નાંખ્યા

ફરી એક વખત અમદાવાદની વીએસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ વખતે 2 મહિલાઓના મૃતદેહ અદલા-બદલી થતા પરિવારજનો રોષે ભરાયા હતા. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા મૃતદેહ બદલાઇ ગયા હતા.વીએસ હોસ્પિટલમાં કર્ણાટકની એક ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાવળા હત્યા કેસમાં મૃત્યુ પામેલી મિત્તલનો મૃતદેહ હોસ્પિટલમાં હતો.જેમાં બંનેના મૃતદેબ બદલીને પરિવારજનોને અપાયા હતા. આ મામલે પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

કર્ણાટકની ગર્ભવતી મહિલાનું ડિલીવરી પહેલા મોત નીપજ્યું હતુ અને બાવળાની મહિલાની હત્યા કરાઇ હતી બંને મહિલાઓ વીએસ હોસ્પિટલમાં દાખલ હતી અને તેમનું મોત થઇ ગયું હતુ. જો કે હોસ્પિટલ સત્તાવાળાઓએ અને મેયરે આ બનાવના તપાસના આદેશ આપી દીધા છે.