વિજય રૂપાણી સામે ચોકીદાર ચોર છેના નાર લાગ્યા, મુખ્ય પ્રધાન કેમ સર્કિટ હાઉસનો કબજો લે છે ?

મુખ્ય પ્રધાન વિજય રુપાણી 7 સ્થળોએ સરકારી હેલી કોપ્ટર લઈને પ્રજાના ખર્ચે ભાજપના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરાવવા ગયા હતાં. અગાઉ ગુજરાતના કોઈ મુખ્ય પ્રધાને આ રીતે નીચી પાયરી પર ઉતરવાનું કામ કર્યું નથી. તેઓ જ્યાં જાય છે ત્યાં કલેકટર કચેરી અને સરકારી અતિથિ ગૃહનો કબજો લઈને આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે. 4 એપ્રિલ 2019માં પાલનપુરમાં બનાસકાંઠા લોકસભાની બેઠકની ઉમેદવારી નોંધાવી ત્યારે ભાજપના ઉમેદવાર અને બીજા નેતાઓએ સર્કિટ હાઉસનો કબજો લઈ લીધો હતો. એવું તેઓ કરી શકે નહીં.

આ બધું જોઈને લોકોએ તેમની સામે ચોકીદાર ચોર છેના નારા લગાવી કાર આગળ દેખોવો કર્યા હતાં.

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે, ત્યારે બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઇ હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે પાલનપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભા હતી, સાથે ઉમેદવારો કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા ગયા હતા, આ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર આગળ ચોકીદાર ચોર હે ના સુત્રોચ્ચાર કર્યા હતા, ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી,અને વાતાવરણ વધારે તંગ બન્યું હતું.

પાલનપુર કલેક્ટર કચેરીમાં ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી રહ્યાં હતા ત્યારે કલેક્ટર કચેરી આગળ બંને પાર્ટીના કાર્યકર્તાઓએ સામ સામે નારા લગાવ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર આગળ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચોકીદાર ચોર હેનાં નારા લગાવ્યાં હતા. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર પરબત પટેલની ગાડી આગળ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચાર કર્યા હતા. આમ બંને પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. જેના પગલે વાતાવરણ તંગ બન્યું હતું.

ડહોળાયેલા વાતાવરણને શાંત કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે કાર્યકર્તાઓને હાથજોડીને શાંત કર્યા હતા. જો કે, કાર્યકર્તાઓ શાંત પડવાનું નામ લેતા ન હતા, મામલો વધારે ઉગ્ર ન બને તે માટે પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી. અને કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.