વિડિયો વાઇરલ કરીને યુવતિને આપઘાત કરવા માટે મજબૂર કરનારા ચારની ધરપકડ

રાજકોટ, તા., ૧૨

વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલબેન રતીભાઇ વોરા નામની  ૧૮ વર્ષની છાત્રાના આપઘાત પ્રકરણમાં આપઘાત માટે મજબુર કરનાર મહિલા સહિત ૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલ રતીભાઇ વોરા (ઉ.વ.૨૦)  ઘરે કેરોસીન છાંટી સળગી જતા તેને ગંભીર હાલતમાં વાંકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઇ હતી જયાં તેનું મોત નિપજયું હતું. મૃતક યુવતીએ સુસાઇડ નોટ લખી હતી જેમાં વાંકાનેર પંથકના ત્રણ શખ્સો અને એક મહિલા હેરાનગતી કરતા હોય તેનાથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું જણાવ્યું હતું. પોલીસે આ સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી. દરમિયાન આ બનાવ અંગે મૃતક સોનલના પિતા વાંકાનેર સીટી પોલીસ મથકમાંપોતાની પુત્રીને આપઘાત માટે મજબુર કરનાર ગવરીબેન કેશુભાઇ ઉભડીયા (રહે. વાંકાનેર) રાહુલ વોરા (રહે. વાંકાનેર), જીતેન્દ્ર અરજણભાઇ મકવાણા (રહે. સિંધાવદર) તથા અખીલ પરમાર (રહે. વાંકાનેર) સામે ફરીયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે  ચારેયની ધરપકડ કરી પુછતાછ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક  સોનલ સાથે જીતેન્દ્ર અરજણભાઇ પરમારનો કિસ કરતો વિડીયો ઉકત ત્રણેય શખ્સોએ ઉતારી બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગેંગરેપ કરવાની કોશીષ કરતા સોનલે સળગી જઇ આપઘાત કરી લીધો હતો. વધુ તપાસ પીઆઇ રાઠોડ ચલાવી રહયા છે.