ગુજરાતની તાલાલા વિધાનસભાની પેટાચૂંટણીના કાયદાકીય જંગમાં દેશની સર્વોચ્ચ અદાલતમાં ભાજપ, વિધાનસભાના અધ્યક્ષ, ભાજપના નેતા અને ચૂંટણી પંચને મોટી લપડાક મળી છે. સુપ્રીમ કોર્ટે તાલાલા વિધાનસભાની પેટાચૂંટણી પર સ્ટે આપી દીધો છે. આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય.
ચૂંટણી પંચે ઉતાવળે લોકસભાની ચૂંટણીની સાથે તાલાલા વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરી હતી. મુખ્ય ન્યાય મૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે ગુનાની સુનાવણી કરી હતી. કોંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્ય ભગવાન બારડે ગુજરાત વડી અદાલતના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.
નીચલી અદાલતના ચૂકાદ અંગે બારડે ગુજરાત વડી અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ 27 માર્ચ 2019માં ભગવાન બારડની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. ચૂંટણી પણ યોજવા દેવાને લીલીઝંડી આપી હતી. ખનન કેસમાં ભગવાન બારડને નીચલી અદાલતે 2 વર્ષ 9 મહિનાની સજા કરી છે.
ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગવાન બારડને ઘારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા હતા.ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા હતા .
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે, ભાજપની કિન્નાખોરી ઉધાડી પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોંગ્રેસ આવકારે છે. અમિત શાહની સૂચનાથી ભાજપ ગેરબંધારણીય રીત કામ કરી રહ્યું છે, તેનો ચહેરો ખૂલ્લો પડી ગયો છે. સુપ્રીમ કોર્ટે તાલાલા વિધાનસભા બેઠકને લઇને ચૂંટણી પંચને તાલાલા પેટાચૂંટણી રદ્દ કરવાનો ચુકાદો સંભળાવ્યો હતો.
રવિવારે ભાજપે ઉતાવળ કરીને તાલાલા બેઠક માટે જસા બારડની ઉમેદવારની પણ જાહેરાત કરી હતી.
વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના એક સમયના નેતા રાજેન્દ્ર ત્રિવેદીને પણ મોટો ફટકો દેશની સૌથી મોટી અદાલતે આપ્યો છે.
ANI
✔
@ANI
SC stays EC notification for holding by-poll in Talala in Gujarat. A court in Gujarat had convicted Congress MLA Bhagvan Barad, to 2 yrs imprisonment in an illegal mining case following which Gujarat Assembly Speaker had declared the seat vacant & EC had declared by-polls there.