વિધાનસભાની ચાર બેઠકો પર 21મી ઓકટોબરે પેટાચૂંટણીનો જંગ : 24 ઓકટોબરે પરિણામ જાહેર

ગાંધીનગર,તા.21

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી ચાર વિધાનસભા ની બેઠકો ઉપર પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામા આવી છે. જે મુજબ 21 ઓક્ટોમ્બર 2019 ના રોજ ચર બેઠકો ઉપર ચૂંટણી થશે અને 24 ઓક્ટોમ્બર 2019 નાં રોજ આ ચાર બેઠાકોનું પરિણામ જાહેર કરવામાં આવશે.

2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પોતાની જીત મેળવી હસ્તગત કરેલી ચાર બેઠકો ઉપર બીજેપી સ્વાભાવિક પણે ખૂબ વિશ્વાસુ હોય પણ કોંગ્રેસને ચૂંટણી સમયે પોતાની પાર્ટીની વફાદારીનો ઉન્માદ વધી જતાં કોંગ્રેસ પાર્ટી પણ ગુજરાત રાજ્યની આ ચાર પેટા ચૂંટણીની બેઠકો ઉપર પૂર્ણ ભરોસો રાખીને જીતનો વિશ્વાસ વ્યક્ત કરે તો એમાં કઈ નવાઈ પામવા જેવી વાત ન ગણી શકાય. રાજ્યની જે ચાર બેઠકો ઉપર ચૂંટણી યોજવાની છે તેની શું પરિસ્થિતિ છે જોઈએ…!

 (૧) થરાદ બેઠક.

આ બેઠક ઉપર એક સમયે કોંગ્રેસનું પ્રભુત્વ હતું જ્યારે ગુજરાતમાં ભાજપા ને કોઈ ઓળખતું ન હતું ત્યારે, ત્યારબાદ ચૌધરી  સમાજનું પ્રભુત્વ વાળી બેઠક ઉપર ચૌધરીના દીકરા શકર ચૌધરીએ વાતાવરણ બનાવ્યું છે,અનેક કારણોથી અલગ-અલગ પડેલાં અને એક સમયે ગુજરાતમાં ચર્ચા માં રહેલા મુખ્યમંત્રી ના પ્રબળ દાવેદારનો મનાતા શંકર ચૌધરીનો દાવ આ વખતની પેટા ચૂંટણી સમયે પણ  ઊંધો વળે તો નવાઈ નહીં. કારણ કે જો સુત્રોની વાત માનવામાં આવે તો નર્મદા મહોત્સવ સમયે સાહેબ દ્વારા એક નામ ફાઇનલ કરી નાખવામાં આવ્યું છે.

ખરું કહીએ તો ગુજરાત કોંગ્રેસ પાર્ટીમાં “હુંસાતુંસી” જેટલી વિચિત્ર બની એટલીજ રાજ્યની દરેક કોંગ્રેસી બેઠકો ઉપર બીજેપી સક્રિય બની અને આ વાત ગુજરાત કોંગ્રેસનાં મોવડી મંડળથી લઈને સામાન્ય વફાદાર કાર્યકર સુધી જાણીતી વાત છે…!

મતલબ છેક 2017 પછીની 2019 લોકસભાની ચૂંટણી સુધી નહીં સમજી શકેલી કોંગ્રેસ સ્થાનિક નેતા માવજી . પટેલની નારાજગી સમજવા તૈયાર નહોતી અને ભાજપા નેતા પરબત.પટેલ પોતાની જોળીમાં બેઠક નાખીને સાંસદ બની ગયાં અને ખાલી પડેલી થરાદ વિધાનસભા બેઠક ઉપર પોતાની પાર્ટીના કોઈ ઉમેદવારોનો “જીત-વિશ્વાસ” પાક્કો કરતાં ગયાં એવી ચર્ચા આજે પણ થરાદીયાઓ ઓટલે બેઠા બેઠા કરી રહયાં હોવાનું જાણવા મળે છે.

() બેઠક – લુણાવાડા

આખા લુણાવાડામાં ડેરી ઉદ્યોગ અને સહકારી મંડળી ક્ષેત્રે એક મજબૂત કહી શકાય એવું નામ એટલે સ્થાનિક રતનસિંહ રાઠોડ. “રાઉડી રાઠોડ” જેવું મજબુત ગણાતું રાતનસિંહના નામ સામે મક્કમ બીજેપીએ પણ ઝુકવું પડ્યું હતું અને “સામા વેગે સાવધા” બનીને રાતનસિંહ ને કોંગ્રેસ પાર્ટી પાસેથી છીનવીને ભાજપમાં ખેંચી લીધા હતા રાતનસિંહ 2019 લોકસભા જીતીને સાંસદ પણ બની ગયાં છતાં હજી ફરી આવેલી પેટા ચૂંટણી સમયે પણ કોંગ્રેસ શુ કરી શકશે અને કેટલું મેળવી શકશે તેની ચર્ચા  કોંગ્રેસ પાર્ટીની અંદરની વ્યક્તિથી   લુણાવાડા ની ગલીઓ સુધી ચાલી રહી છે કે સીટ તો પાક્કી જ છે પણ ફક્ત ભાજપાની.

(૩) ત્રીજી બેઠક -ખેરાલું

અહી પણ કોંગ્રેસ પોતાના આસમાની ખ્વાબ માથે લઈને ફરતી હતી પણ કોંગ્રેસના રામજી.ઠાકોરને આસાનીથી બીજેપીના ભરત ડાભી હરાવી ગયાં હતાં અને એમએલએ તરીકે પાર્ટીની એક સીટ જીતીને આપી એમપી  બની ગયા. હવેની પેટા ચૂંટણીમાં ભાજપા નો વિશ્વાસ ભયંકર મજબૂત કરી ગયા છે એ ચોક્કસ વાત છે. આ સ્થિતીમાં કોંગ્રેસ તમામ મુદ્દે એક વધી પ્રયત્ન કરીને જીત મેળવે તો લોકોમાં ભાજપા ની નારાજગી છે એ માની શકાય!

(૪) ચોથી બેઠક અર્બન- અમરાઈ વાડીની

અમદાવાદ શહેરની વાત તેમજ અર્બન વિસ્તારની મનોદશા પ્રમાણે બીજેપી છેક લોકોનાં મગજથી થઈને છેક હૃદય સુધી ખૂંપી ગઈ છે. “મારા કાળજે કટાર ભાજપા તારા નામની” માફક એકજ રંગ રંગે રંગાયેલી દેખાઈ રહીં છે એટલે આંખો બન્ધ કરીને રાજ્યની પેટા ચૂંટણીની  ચોથી બેઠક અમરાઈવાડી બેઠક પણ બીજેપી આસાનીથી જીત મેળવી રહેશે તેવું ચર્ચાઈ રહ્યું છે.હસમુખ.પટેલ જેવાં ભાજપા ના કેન્ડીડેટ મજબૂતાઈ સાથે જીતીને એમપી બન્યાં બાદ બેઠકની જગ્યા ખાલી જરૂર પડી છે પણ હજુ સુધી ત્યાંના મતદારો પાસે કેટલાં પ્રશ્નો ઉઠાવી ને કોંગ્રેસ પાર્ટી અને તેનાં નેતાઓ ગયા છે. આ હિસાબ લગાવામાં આવશે એટલે આપોઆપ “ગાંડો” માણસ પણ આંખો મીંચીને કહીં દેશે કે અમરાઈવાડી વિસ્તારની વિધાનસભા બેઠક આવનારી પેટા ચૂંટણીમાં કોણ જીતી જશે?