અમદાવાદ,તા:૨૭ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રની ભારતની ચોથા ક્રમે આવતી મોટી કંપની છે. નિષ્ણાતો સ્ક્રિપનો ભાવ રૂા.235ની રેન્જમાં રહેવાની ધારણા બાંધીને બેઠાં છે. ભારતમાંની તેની હરીફ કંપનીઓની તુલનાએ હાલને તબક્કે તે 3.5થી 4.5 ટકાપાછળ જ રહે તેવી ગણતરીઓ મૂકવામાં આવી રહી છે. તેમની ધારણાથી વિપરીત પહેલી ઓક્ટોબરથી વિપ્રોની સ્ક્રિપે સુધારાની ચાલ પકડી છે. રૂા.233ની સપાટીથી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતી સ્ક્રિપ આગામી મહિનાઓમાં વધુ સારું પરફોર્મન્સ આપે તેવી ધારણા છે. શુક્રવારે પણ બજારમાં રૂા.248.75થી 253ની રેન્જમાં અથડાતો રહ્યો હતો. છેલ્લા બાવન અઠવાડિયામાં રૂા. 220નું તળિયું અને રૂા. 301.55નું મથાળું આ સ્ક્રિપે બતાવ્યું છે. આ સ્થિતિમાં પણ રૂા.2ની ફેસ વેલ્યુની આ સ્ક્રિપનું બજાર મૂડીકરણ રૂા. 1,44,650.80 કરોડનું છે. વિપ્રો ડિવિડંડ આપતી કંપની છે. તેણે છેલ્લે 50 ટકા ડિવિડંડ આપવાની જાહેરાત કરેલી છે. તેની ડિવિડંડ યિલ્ડ 0.39 ટકાની છે. સ્ક્રિપની બુક વેલ્યુ રૂા.86.34ની છે. જોકે ત્રીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર 2019માં તેના પરફોર્મન્સમાં સુધારો આવવાની આશા રાખવામાં આવી રહી છે. આ આશાના તાંતણે જ પહેલી ઓક્ટોબર પછી તેમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે. વધઘટના અંતે તેનો ભાવ અત્યારે રૂા.253 કે 253.20ની સપાટીએ પહોંચ્યો છે.
જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 26 પેટન્ટ ફાઈલ કરી છે. આ સાથે જ કંપનીએ અત્યાર સુધીમાં ફાઈલ કરેલી પેટન્ટની સંખ્યા વધીને 2200થી વધી ગઈ છે. વિપ્રોની મંજૂર થઈ ગયેલી પેટન્ટની સંખ્યા વધીને 602ની થઈ ગઈ છે. જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનું વેચાણ 2 ટકા ઘટીને રૂા.14786 કરોડનું થયુ ંહતું. તેનો ઓપરેટિંગ પ્રોફિડ માર્જિન પણ ઘટ્યો છે. ઓપીએમ 1.6 ટકા ઘટીને 19.9 ટકા થયો છે. તેનો ઓપરેટિંગ પ્રોફિટ 10 ટકા ઘટીન 2945.30 કરોડ થયો છે.આ જ રીતે તેનો ચોખ્ખો નફો ચાર ટકા ઘટીને રૂા.2387.60 કરોડનો થયો હતો. વાર્ષિક ધોરણે ગણતરી માંડવામાં આવે તો તેનું વેચાણ 4 ટકા વધ્યું છે અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 1.10 ટકા વધ્યો છે.ઓપરેટિંગ પ્રોફિટ 10 ટકા અને વેરા પૂર્વેનો નફો 15 ટકા વધ્યો છે. ચોખ્ખો નફો 13 ટકા વધ્યો છે. ડોલરના મૂલ્યમાં કંપનીની આવક 2038.8 મિલિયનની રહી છે.
સપ્ટેમ્બરમાં પૂરા થયેલા 2019-20ના બીજા ત્રિમાસિક ગાળાને અંતે કંપનીનું ઓપરેટિંગ પરફોર્મન્સ અપેક્ષા કરતાં સારુ રહ્યું હતું. પંદરમી ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા પરિણામો મુજ કંપનીનો ચોખ્ખો નફો 2561.30 કરોડનો થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસક ગાળામાં કંપનીનો નફો 1885.70 કરોડનો હતો. આમ વાર્ષિક ધોરણે તુલના કરતાં કંપનીના નફામાં 35.82 ટકાનો વધારો થયો છે. આઈ.ટી. સર્વિસના તેના બિઝનેસમાં આ ગાળામાં 2.1 ટકાનો વધારો થયો છે. ત્રિમાસિક ગાળામાં તેનો કુલ બિઝનેસ રૂા.14656.1 કરોડનો થયો હતો. ડોલરની આવકની દ્રષ્ટિએ ગણતરી માંડવામાં આવે તો તેની આઈ.ટી. સર્વિસની આવક 0.5 ટકા વધીને 2048.9 મિલિયન ડોલરની થઈ છે.
ત્રીજા ત્રિમાસિક ગાળામાં પણ તેનું પરફોર્મન્સ સારુ રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. વિદેશી હૂંડિયામણની આવક ત્રીજા ત્રિમાસિક ગાળામાં 2.8 ટકા સુધી વધવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ અને ઇન્સ્યુરન્સના બિઝનેસમાં કંપનીના કામકાજમાં સતત વધારો થઈ રહ્યો છે. બે ત્રણ વર્ષ પૂર્વે આ બિઝનેસમાં કંપનીનું પરફોર્મન્સ નબળું હતું. હવે તેમાં કદાવર સુધારો જોવા મળ્યો છે. બીજા ત્રિમાસિક ગાળામાં બીએફઆઈના બિઝનેસ થકી કંપનીએ 210 કરોડની આવક કરી છે. તેમાં નફાનું માર્જિન અત્યારે ઓછું છે. તેમાં સમયાંતરે સુધારો જોવા મળશે. આગામી ત્રિમાસિક ગાળામાં તેના પરફોર્મન્સમાં સુધારો કરી શકે છે.
બજારની અપેક્ષા કરતાં બીજા ત્રિમાસિક ગાળાનું કંપનીનું પરફોર્મન્સ સારુ રહ્યું છે. તેના નફામાં વાર્ષિક ધોરણે તુલના કરતાં 36 ટકાનો સુધારો જોવા મળ્યો છે. તેની સાથે જ તેના શેર્સનું માર્કેટ વોલ્યુમ વધી ગયું છે. અત્યારે રોજના તેના શેર્સનું સરેરાશ વોલ્યુમ 35 લાખ શેર્સની આસપાસનું રહે છે. આ દર્શાવે છે કે ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સને તેમાં ખાસ્સો રસ છે. વિપ્રોના ફાઈનાન્શિયલ પરફોર્મન્સ સાથે કંપનીના સ્ટોક માર્કેટના પરફોર્મન્સમાં સુધારો જોવા મળશે. પરફોર્મન્સ સુધરતા શેરનો ભાવ ઊંચી છલાંગ લગાવી શકે છે. તેમ છતાંય રૂા.225થી 235નો સ્ટોપલોસ રાખીને ઇન્વેસ્ટર્સ તેમાં રોકાણ કરી શકે છે.