વિશ્વબેન્કની સહાયથી ઉત્તર અને મધ્ય ગુજરાતના માર્ગો પહોળા થશે, 656 કરોડનો ખર્ચ.

ઉત્તર ગુજરાતના મહેસાણા થી સિદ્ધપુર રસ્તાને છ માર્ગીયકરણ કરવાનું કામ 230 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે

ગાંધીનગર- ઉત્તર અને મધ્ય ગુજરાતના માર્ગોને પહોળા કરવા માટે અને નવા બનાવવા માટે વિશ્વબેન્કની સહાયથી 656 કરોડનો ખર્ચ કરાશે. કુલ 136 કિલોમીટરના માર્ગોને ચાર માર્ગીય કરવામાં આવશે. મહેસાણા-સિદ્ધપુર અને સિદ્ધપુર-પાલનપુર માર્ગને 445 કરોડના ખર્ચે છ માર્ગીય બનાવવાનું કામ તેમજ ઉંઝા પાસે ફ્લાયઓવર બનાવવાના કામનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.

એ ઉપરાંત ધોરીડુંગરી-લુણાવાડા માર્ગને 86 કરોડના ખર્ચે પહોળો કરવાનું અને મહિ નદી ઉપર પુલ બનાવવાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. રાધનપુર-ચાણસ્મા માર્ગને 125 કરોડના ખર્ચે 10 મીટર નવીનીકરણ કરવાના કામનું ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કેગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટેનાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી ઉત્તર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના 565 કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે અને આ કામો ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે જે આગામી બે વર્ષમાં પૂર્ણ કરાશે.

વિશ્વબેંક લોન સહાયિત આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના-2 હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત 1938 કરોડ કિંમત પૈકી 1050 કરોડની વિશ્વ બેંકની લોન મળશેઆ કામોમાં 222 કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે.

ઉત્તર ગુજરાતના મહેસાણા થી સિદ્ધપુર રસ્તાને છ માર્ગીયકરણ કરવાનું કામ 230 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં શરૂઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરૂ થઇ ઉંઝા-સિદ્ધપુર સુધીના 25 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ચાર માર્ગીય રસ્તાને છ માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે.

આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોને આઠ માર્ગીય કરવામાં આવશે. સાથે-સાથે ઉંઝા શહેરમાં 1200 મીટર જેટલી લંબાઇનો છ માર્ગીય ફલાયઓવર બનાવાશે. સિદ્ધપુર ગામની ચાર કિ.મી. જેટલી લંબાઇમાં 6 માર્ગીય રસ્તા ઉપરાંત બન્ને તરફ 7 મીટર પહોળાઇમાં સર્વીસ રોડ બનાવવામાં આવનાર છે. ઉક્ત કામગીરીથી  મહેસાણાસિદ્ધપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશેઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.

આ ઉપરાંત સિદ્ધપુર થી પાલનપુર રસ્તાને પણ 6 માર્ગીયકરણ 215 કરોડના ખર્ચે કરવામાં આવશે જેમાં સિદ્ધપુર થી પાલનપુર સુધીની 36 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત 4 માર્ગીય રસ્તાને 6 માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું 8 માર્ગીય કરવામાં આવશે જેના પરિણામે સિદ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશેઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.

ઉત્તર ગુજરાતમાં 124 કરોડના ખર્ચે રાધનપુર થી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની 60 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત બે માર્ગીય રસ્તાના નવીનીકરણની કામગીરી પણ કરાશે.

મધ્ય ગુજરાતમાં 86 કરોડના ખર્ચે ધોરીડુંગરી થી લુણાવાડા રસ્તાના નવીનીકરણ કરવાનું કામ હાથ ધરાશે. જેમાં ધોરીડુંગરી થી ગરસિયાવાડા અને ગરસિયાવાડા થી લુણાવાડા સુધીની 26 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. એ ઉપરાંત હાડોડ પાસેના ડૂબાઉ પુલની જગ્યાએ મોટા બ્રીજના બાંધકામો પણ કરાશે. જેના પરિણામે રાજ્યના મહીસાગર અરવલ્લી જિલ્લાઓના વાહનવ્યવહારની સગવડમાં વધારો થશે. ઉપરાંત હાડોડ પાસેના ડૂબાઉ પુલ કે જે ચોમાસામાં ભારે વરસાદને કારણે ઘણીવાર બંધ થઈ જતો હતો તે જગ્યાએ મેજર બ્રીજ થવાથી મહીસાગર જિલ્લાને ગાંધીનગર સાથે બારમાસી કનેકટીવીટી મળશે.