[:gj]અમદાવાદના નીકોલમાં જાહેર કામો [:]

[:gj]સીંગરવા ગામે હાલ રૂ. ૧૬ કરોડના વ્કાસના કામો કાર્યરત છે. રૂ. ૧૦ કરોડ્ના ખર્ચે સબ
ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે ગ્રીન સ્કુલ, રૂ. ૩ કરોડના ખર્ચે સી.સી રોડ તથા રૂ. ૨૨
લાખના ખર્ચે નવી પંચાયત ઓફીસના કામો હાલ ચાલુ છે. એટલું જ નહી સીંગરવા ગામે રૂ. ૪.૫૦
કરોડના ખર્ચે ઔડામાંથી વિવિધ ટી.પી રોડ કામ, રૂ. ૧કરોડના ખર્ચે ટી.પી રોડ પર્સ્ટ્રીટલાઈટનું કામ, રૂ.
૫ કર્પ્ડના ખર્ચે ટી.પી રોડના રી સર્ફેસીંગનું કામ, રૂ. ૪૦ લાખના ખર્ચે ઔડા ગાર્ડનમાં પીચીંગ અને
ફુટપાથ રીપેરીંગનું કામ તથા પાણી પુરવઠા બોર્ડ્માંથી ૩ ઓવરહેડ ટાંકી તથા ૩ અંડર ગ્રાઉન્ડ
ટાંકીઓ તથા ૧૨ હજાર મીટર પીવાના પાણીની લાઈનનું કામ મળી કુલ રૂ. ૧૩ કરોડ ૯૦ લાખના
કામો મંજૂર કરાયા છે. એટલું જ નહી પરંટુ દસક્રોઈ તાલુકામાં વર્ષ ૨૦૧૮-૧૯માં અંદાજિત રૂા. ૫૪
કરોડ ૩૭ લાખના ખર્ચે આયોજનના તથા પંચાયતના કુલ – ૬૮૬ જેટલા વિવિધ વિકાસ કામોનું
આયોજન કરવામાં આવેલ છે.

જયારે અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯માં AUDA દ્વારા અંદાજિત રૂા. ૫૮ કરોડના ખર્ચે
કઠવાડા ખાતે તથા બોપલ ખાતે એમ બે સ્થળોએ સમાજવાડી / ટાઉન હોલ અને રૂા. ૩૨ કરોડ ૭૦
લાખના ખર્ચે જિલ્લા આયોજન મંડળ દ્વારા વિવિધ વિકાસ કામોનું આયોજન કરવામાં આવેલ છે.
તેમજ, ૧૫ કરોડ ૮૩ લાખના ખર્ચે ૧૮૨ વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને ૧૭.૮૩
કરોડના ખર્ચે ૨૦૫ વર્ગખંડોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.[:]