વિસનગર શહેરના ગંજબજારમાં આવેલા શુધ્ધ ઘી ભંડારમાંથી ફૂડ વિભાગના દરોડા

વિસનગર, તા.18
વિસનગર શહેરના ગંજબજારમાં અાવેલ શુધ્ધ ઘી ભંડારમાંથી ગુરુવારે ફૂડ વિભાગે 674 કિલો શંકાસ્પદ ઘી અને 238 લિટર વેજફેટ સહિત 3,46 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. ફૂડ વિભાગે નમુના વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે વેપારી બહારથી ઘી અને વેજફેટ લાવી વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત ઊંઝામા ફરસાણ અને મીઠાઇની 13 દુકાનોમાં રેડ કરી હતી.

શહેરના ગંજબજારમાં અાવેલ હવાડા પાસે આવેલા શુધ્ધ ઘી ભંડાર નામના પટેલ કાન્તિભાઇ જીવરામભાઇના ગોડાઉન ઉપર મહેસાણા ખાૈરાક અાૈષધ નિયમન તંંત્રના અોફિસર વિજયભાઇ ચૌધરી અને ડી.એચૌધરી સહિતના ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ગોડાઉનમાં પડેલા 45 લુઝ ઘીના ડબ્બાના ચેકીંગ દરમિયાન ઘી શંકાસ્પદ લાગતાં દૂધ સાગર ડેરીના કર્મચારીઅોને બોલાવી લાઇવ બી.અાર.ટેસ્ટ કરાવવામાં અાવ્યો હતો જેમાં ઘીની માત્રામાં રીપોર્ટ નેગેટીવ અાવતાં 2,56,120 રૂપિયાનું 674 કિલો ઘી તેમજ 90,440 રૂપિયાનું 238 શ્રીજી ઇન્ટરપેસ્ટીકાઇડ વેજ ફેટ મળી 3,46,560નો મુદ્દામાલ સીઝ કરી તેના અલગ અલગ નમુના લઇ વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે.

જ્યાં ગોડાઉનના વેપારી બહારથી ઘી લાવીને વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે. વિસનગરમાં ફૂડ વિભાગે ઘીની માત્રા તપાસવા માટે દુધ સાગર ડેરીના કર્મચારીઅોના સહયોગથી કરાવેલ લાઇવ.ટેસ્ટનો ઉપયોગ જિલ્લામાં પ્રથમવાર કરાયો હોવાનું ફૂડ વિભાગનો દાવો છે.