વીજ કર્મચારીના યુનિયન નેતાની લાખોની ઉચાપત

રાજકોટઃ વીજ કર્મચારીઓના એક યુનિયનના નેતા ભ્રષ્ટાચારના પગલે ટાંચમાં લેવાયા છે. વીજ કર્મચારી અને યુનિયનના નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર કરી નાણાંની ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ આરોપીએ પવનચક્કીના યુનિટ એડજસ્ટમેન્ટમાં ગેરરીતિ આચરીને 6 લાખની રકમની ઉચાપત કરી છે, જેમાં ગ્રાહકને રસીદ આપ્યા બાદ સિસ્ટમમાં રસીદને રદ કરી નાણાંની ઉચાપત કરી લેવામાં આવી. આ ભ્રષ્ટાચારી યુનિયન નેતા સામે બીજી પણ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષ વિદ્યુત શુલ્કમાં માફી બાદ 2017-’19 સુધીના રૂ.22 લાખ જમા આપી ઉચાપત કરી છે. આ કેસમાં ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રીથી લઈને ચીફ વિજિલન્સ કમિશનર સુધી રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. આ અંગે બે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.