વોદરામાં લશ્કરની મદદ લેવાઈ

વડોદરામાં બપોરે માત્ર ચાર કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબક્યા બાદ સ્થિતી અત્યંત ખરાબ છે. વોડોદરા શહેર-જિલ્લામાં મંગળવારથી વરસી રહેલા મેઘરાજા હજુ અટકવાનું નામ નથી લેતા. વહેલી સવારથી જ ધીમીધારે એકધારો વરસી રહેલા વરસાદ અને પાણીની આવકથી સ્થિતી સુધરી નથી.

ગઈકાલે શું થયું ?

બપોર બાદ જાણે આભ ફાટ્યું હોય તેમ વરસ્યો હતો. અને બપોરે 2 થી 4 દરમિયાન 6 ઇંચ અને ત્યાર બાદ સાંજે 4 થી 6 માં વધુ ચાર ઇંચ સાથે ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં શહેરના મોટાભાગના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ઠેર ઠેર પાણી ભરાતાં અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અનરાધાર વરસાદ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં 60 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ધોધમાર વરસાદથી સ્થિતિ વણસતા મોડી રાત્રે આર્મીની માદ્દ લેવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ થયો હતો. પરંતુ ગુજરાતમાં અત્યાર સુધીમાં મેઘરાજાએ મહેર કરી ન હતી. પરંતુ મંગળવારે સાંજથી ધીમીધારે ખેતીલાયક વરસી રહેલા વરસાદે શહેર-જિલ્લામાં જમાવટ કરી હતી. આજે સવારથી જ ધીમીધારે એક ધારો વરસાદ વરસ્યા બાદ બપોર સુધીમાં તો બરાબર જમાવટ કરતાં વીજળીના કડાકા સાથે સાંબેલાધાર વરસાદ વરસતા શહેરના મોટાભાગના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

જેમાં બપોરે ૨ થી ૪ દરમિયાન ૬ ઇંચ અને ૪ થી ૬ માં વધુ ચાર ઇંચ વરસાદ ખાબકતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના જેલ રોડ, રાવપુરા, ચોખંડી, આજવા રોડ, વાઘોડિયાં રોડમ દાંડિયા બજાર, સયાજીગંજ, ફતેહગંજ, મેઇન રોડ, અલકાપુરી, ઇલોરા પાર્ક, ગેંડા સર્કલ વગેરે વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિક જામના દ્રશ્યો સાથે વાહનોની લાંબી કતારો લાગી હતી. જ્યારે અનેક સોસાયટીઑ પાણીમાં ગરક તાહિ ગઈ હતી.

સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી પણ કુદકે અને ભૂસકે વધારો થતાં સવારે ૧૧ વાગે ૪ ફૂટે વહેતી વિશ્વામિત્રી નદીએ સાંજે ૬ વાગે ૨૦ ફૂટની સપાટી વટાવી દીધી હતી. મોડી રાતથી અવિરત વરસાદના લીધે વહેલી સવારે સ્કૂલે જતાં વળકો તેમજ નોકરી ધંધાર્થે જતાં લોકો અટવાયા હતા. વરસાદના પલગે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

જ્યારે બીજી તરફ શ્રમજીવીઓ, ખાણીપીણીની લારીઓ ચલાવી ગુજરાત ચલાવનારાની હાલત કફોડી બની હતી. જ્યારે ઝૂપડા વાસીઓની હાલત દયનીય બની હતી. વરસાદ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૦ જેટલા વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડ દોડતું થયું હતું.

ધોધમાર વરસાદ વચ્ચે સ્થિતિ વણસતા વિશ્વામિત્રી નદીની સપાટી બાહ્ય જનક સ્થિતિએ પહોંચતા કેટલાક સ્થળોએ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એસડીઆરએફ ની મદદ લેવામાં આવી હતી. જો કે સ્થિતિ વધુ વણસતા આર્મીની મદદ પણ લેવામાં આવી હતી

ટ્રેનો રદ કરાઈ

ભારે વરસાદને પગલે વડોદરા ડિવિઝન હેઠળના રેલવે ટ્રેક પર પાણી ભરાતાં વડોદરા-મુંબઈ-વડોદરા એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી હતી. જ્યારે બાંદ્રા-જયપુર, મુંબઈ-ઓખા, મુંબઈ-રાજકોટ, બાંદ્રા-ભુજ અને બાંદ્રા-જામનગરને રદ કરવામાં આવી હતી. જ્યારે રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ-નિઝામુદ્દીન સહિત કેટલીક ટ્રેનોને અન્ય રુટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે સાત જેટલી ટ્રેનોને આંશિક રદ કરવામાં આવી હતી.