તાપી જિલ્લાના ખેડૂતો શુદ્ધ અને સાત્વિક ખેત દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી બહાર દર સોમવારે અને ગુરુવારે વેચાણ કરવાનું શરૂં કરાયું છે.
સજીવ ખેત પેદાશની મુલાકાતે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામિતના જણાવ્યા અનુસાર દર સપ્તાહે સોમ અને ગુરુવારે સવારથી સાંજ સુધી, જિલ્લા સેવા સદન, પાનવાડીના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે, ઓર્ગેનિક ખેત ઉત્પાદન કરતાં ખેડૂતો દ્વારા વિવિધ ખેત પેદાશોનું વેચાણ કરાશે.
મુખ્યત્વે એપલ બોર, બ્રોકલી, મશરૂમ, ફ્લાવર, કોબી, સરગવો, ભીંડા, ચોળી-ચોળા, ટીંડોળા, કારેલા,ગલકા, મરચાં જેવા શાકભાજી સાથે લાલ અને કાળા ચોખા, કેસર કેરીનો પાવડર, આયુર્વેદિક માલિશ તેલ જેવા ઉત્પાદનોનું વેચાણ શરૂ કરાયું છે. આ તમામ ઉત્પાદનો રસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર કરાયા છે.
રાજય સરકારે ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે ત્યારે ડાંગ સમાહર્તા એન.કે.ડામોરે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતુ કે આપણે સૌ ઓર્ગેનિક ખેતી તરફ વળીએ
2015થી ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યો છે. તાલુકા દીઠ 150 ક્લસ્ટર, અને એક એક ક્લસ્ટરમાં ઓછામાં ઓછા 20-20 ખેડૂતોને જોડી, તેમને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ લઇ જવાના પ્રયાસો છે. સરકારે તે માટે આ વર્ષે રૂ.62 કરોડ આપેલા છે. સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરનારો ડાંગ જિલ્લો રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો છે.
ડાંગની નજીક આવેલા તાપી જિલ્લાને ઉકાઇ જળાશનું સિંચાઈનું પાણી મળે તે સરકાર કામ કરી રહી છે.
ડાંગ જિલ્લાની સ્ટ્રોબેરીની ખેતી વધી રહી છે. ડાંગની સખી મંડળોની બહેનો દ્વારા નાગલી પાપડને સખી બ્રાન્ડને સારો આવકાર મળી રહ્યો છે.
આદર પ્રથા બંધ કરીને સળગાવી દેવાતા કચરાનો સજીવ ખાતર બનાવવામાં ઉપયોગ કરવા માટે કામ ચાલી રહ્યું છે.
2019માં આત્મા યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના ખેડૂતોને દેશી બિયારણ તથા શણનું બિયારણ આપવામાં આવ્યું હતું. ખેતરમાં શણની વાવણી કરી છે. આ શણ દોઢથી બે ફૂટ જેટલા થાય એટલે તેને ખેડી નાખે છે. તેઓ આ શણનો ઉપયોગ લીલો પડવાશ તરીકે કરે છે.