હરી ચૌધરીએ રૂ.2 કરોડની લાંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં લીધી હોવાના આરોપસર તેમની ટિકિટ કાપવા માટે કેન્દ્રીય નેતાઓને મજબૂર કરી દીધા બાદ શંકર ચૌધરીએ બીજી રાજરમત એ રમી કે વિજય રૂપાણીની સરકારમાં રહેલા સિંચાઈ પ્રધાન પરબત પટેલને લોકસભાની ચૂંટણી લડાવીને તેમને જીતાડી પોતાના વિસ્તારમાંથી તેમને ખતમ કરવા ચાલ ચાલી હતી. જેમની બેઠક ખાલી પડે તેના પરથી ચૂંટણી લડવા માટે તેમણે તૈયારી કરી હતી.
પણ કોંગ્રેસ દ્વારા ભાજપના પક્ષપલટુ અને ગાંધીવાદી વિચારધારાના નેતા પરથી ભટોળને ટિકિટ આપીને ભાજપનું ગણીત ઊંધું કરી દીધું છે. હરી ચૌધરીને ટિકિટ આપી હોય તો તેઓ જીતે તેમ હતી. જીતની બેઠક હવે હારમાં ફેરવાતાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી જવાના હતા પણ છેલ્લી ઘડીએ તેમણે માંડી વાળ્યું હતું કારણ કે કોંગ્રેસથી કોઈ આવવા તૈયાર ન હતું. પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠા દોડી જવું પડ્યું છે.
ગઈ રાતે ડીસામાં એક ફાર્મ હાઉસ ખાતે ભાજપે એક ગુપ્ત બેઠક પણ બોલાવી હતી અને જેમાં કોંગ્રેસના પણ કેટલાંક ધારાસભ્યો હાજર હતા. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોનું પક્ષાંતર કરાવવાનું નક્કી થયું હતું. કાયદાની વિરૂદ્ધ પક્ષાંતર કરવા માટે ધારાસભ્યો તૈયાર ન થયા અને ફરી એક વખત ભાજપની ગંદી રાજનીતિ સફળ થઈ નહીં અને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓની ખરીદી કે લોભ લાલચ આપી શક્યા ન હતા. આ બેઠકમાં મહેશ પટેલ, ગેનીબેન ઠાકોર અને બીજા એક ધારાસભ્યના પ્રતિનિધિ હાજર હતા.
ગેનીબેન ઠાકોર અને મહેશ પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ તે માટે ભાજપે ભરપુર પ્રયાસ કર્યા હતા. પણ તેમાં કંઈ થયું નથી. તો તેમ થાય તો શંકર ચૌધરીને વિધાનસભાની ચૂંટણી લડવા માટે ખૂલ્લું મેદાન મળે તેમ હતું. પણ તેમ થઈ શક્યું હતું અને પાસા પોબારા પડ્યા ન હતા.
ગેનીબેન ઠાકોર પોતે અલ્પેશ ઠાકોર સાથે પહેલેથી નથી. તે મૂળ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત સૌલંકીની સાથે છે. તેથી તે અલ્પેશ ઠાકોરના કહેવાથી કે ભાજપના કહેવાથી કોંગ્રેસ છોડે નહીં. મહેશ પટેલને ભાજપ માટે સહાનૂભૂતી છે પણ તે કોંગ્રેસના ડમી ઉમેદવાર છે.