[:gj]ગુજરાત ભાજપના સાંસદની કામ-ક્રિડાનો વિડિયો પોલીસે ડિલીટ કરાવી દેવાયો [:]

[:gj]February 22, 2020 Gujarat Mirror
બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નેતાઓની વિકૃત વાસનાની ચરમસીમા

મિરર EXPOSE

દીકરી જેવડી વયની યુવતીના ગુપ્તભાગે અટકચાળા કર્યા: વીડિયો ઉતરી ગયાનો ખ્યાલ આવતાં જ પોલીસની મદદથી લેપટોપમાંથી ડિલિટ કરાવ્યો

અનિરુદ્ધ નકુમ રાજકોટ તા.22
કામાતુરાણામ્ ન ભયમ્ ન લજજા… એવા સંસ્કૃત ભાષાના વિધાનને અનુરૂપ ભાજપનાં આધેડવયના એક સંસદની કામ-ક્રિડાનો કારસો ચર્ચાસ્પદ બન્યો છે. અત્યંત વિશ્ર્વસનીય વર્તુળો દ્વારા મળેલી વિગતો અનુસાર આધેડ વયનાં રંગીન મિજાજી સાંસદે પોતાનાથી ઘણી નાની અર્થાત્ દીકરીની વયની એક યુવતીને બોલાવી આર્થિક સોદાનાં બદલામાં અત્યંત નિર્લજ્જ  અટકચાળા કર્યા હતા. વાસનાંધ સાંસદને એવુંદ ભાન
પણ રહ્યું નહોતું કે તેની કૂ-ચેષ્ટા ‘વિડીયો’માં કેદ થઇ રહી છે. જો કે પછીથી વાત ધ્યાને આવતાં જ પહોંચેલી-માયાએ પોલીસની મદદથી લેપટોપ હાથવગું કરાવી સેકસી-વીડીયો ડિલીટ કરાવી નાંખ્યો હતો. સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો, બેટી પઢાઓનાં ભાષણો ભરડનારા નેતાની ભીતરી પેટમેલાઇ ‘જાણકારો’માં ભારે ચકચાર મચાવી રહી છે. જો કે પાપનો ઘડો ન ફૂટે તે માટે સાંસદે આદરેલા ધમપછાડા કારગત નહીં નીવડે તો આગામી કેટલાક દિવસોમાં ગુજરાતનાં રાજકારણમાં જબરો ‘ભૂકંપ’ આવી શકે છે.
‘ગુજરાત મિરર’ આજે વધુ એક ધડાકો કરી રહ્યું છે. ભાજપના આધેડવયના સંસદની સેકસલીલા ચર્ચાના ચકડોળે ચડી છે. બેટી-બચાવો અને મહિલા સશક્તિકણની વાતો વચ્ચે નેતાઓની વિકૃત વાસનાઓ બહાર આવી રહી છે. ભાજપના એમ.પી.એ દીકરી જેવડી વયની યુવતી સાથે બંધ બારણે આનંદ માણતા કેમેરામાં કેદ થઈ ગયા હતા, 15 મિનિટમાં વીડિયોમાં સાંસદે અનેક મર્યાદાઓ ઓળંગી હતી. ન કરવાની હરકતો સાંસદે શરુ કરી હતી. નેતા પાસે આવેલી યુવતીને પર્સનલ રૂમમાં લઈ જવામાં આવે છે. સોફાથી બન્ને શરુઆત કરી છે અંત પલંગમાં ઓ છે.
15 મિનિટ સુધી નેતાએ એકાંતની ભરપુર મોજ માણી હતી. બાદમાં આ પ્રકરણમાં યૂ-ટર્ન આવ્યો હતો. દિવસની ચાર દિવાલમાં રમાયેલ કામક્રિડા કોઈએ છાનેખૂણે વીડિયો ઉતારી લીધાનું નેતાએ ખબર પડતા યુધ્ધના ધોરણે તે ડિલિટ કરવા ધમપછાડા શરુ કરી દીધા હતા.
અંતે જે યુવતીને બોલાવી હતી તેની સાથે કોણ આવ્યુ છે તેની તપાસ કરી વીડિયો ઉતારનાર શખ્સને પકડી લેવામાં સફળતા મળી હતી અને આખુ પ્રકરણ ઉપર પડદો પાડી દેવા માટે પોલીસની મદદ લેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
યુવતી કોણ હતી, વીડિયો કોણે ઉતાર્યા, વીડિયો ઉતારવા પાછળનો હેતુ શું હતો તે દિશામાં જો પોલીસે તપાસ કરી હોત તો અનેક ફોટક વિગતો બહાર આવી શકત પરંતુ નેતાએ પોતાની આબરુ જવાની બીકે આખું પ્રકરણ ભીનુ સંકેલી લીધુ છે.
આ પ્રકરણથી કોઈ મોટો ઉહાપોહ મચે નહી માટે સાંસદે એડીચોટીનું જોર કામે લગાડી દીધુ હતું અંતે પોલીસની મદદથી વીડિયો ડીલીટ કરાવી દેવામાં આવ્યો હોવાની ચર્ચા હાલ તો ચાલી રહી છે.

અમદાવાદ પોલીસે આખેઆખું પ્રકરણ દબાવી દીધું..!

આ પ્રકરણમાં આધારભૂત સુત્રોએ આપેલી માહિતી મુજબ સાંસદનું સેકસી સીડી પ્રકરણ દબાવવા માટે નેતાએ અમદાવાદ પોલીસ સાથે ‘વહીવટ’ કર્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો આ પ્રકરણમાં જો તપાસ થાય તો મોટું સેક્સ રેકેટ બહાર આવી શકે તેવી શક્યતા છે.

રૂપિયા પડાવવાનો ખેલ પણ હોઇ શકે?
જે રીતે આખુ પ્રકરણ બહાર આવ્યુ છે તેમાં આ શોખીન નેતા યુવતીને અવારનવાર બોલાવતા હોવાથી યુવતીએ જ ખેલ પાડી દેવા વીડિયો ઉતાર્યાનું માનવામાં આવી રહ્યું છે અને પોતાના સાથી દ્વારા સાંસદ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાની શંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે જો આ પ્રકરણ ઉપરથી સત્ય બહાર આવે તો અનેક નેતાઓના આવા કાંડ બહાર આવી શકે તેમ છે.

ધારાસભ્યમાંથી સાંસદ બનેલ નેતાનો પક્ષમાં દબદબો છે
વર્ષોથી ધારાસભ્ય રહેલા નેતાએ સંસદની ચૂંટણીમાં ઝંપલાવી ભવ્ય વિજય મેળવી નરેન્દ્રભાઈની ગૂડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે ત્યારે રાજ્યમાં ભાજપની સરકારમાં દબદબો હતો. ઉપરાંત સંગઠનમાં પણ દબદબો હોવાનું કહેવાય છે.

[:]