શટલ રીક્ષા હવે લૂંટારૂઓનું હાથવગુ સાધન, ત્રણ લૂંટારા પકડાયા

અમદાવાદ શહેરના વિશાલા હોટેલ પાસે આવેલા શાસ્ત્રીબ્રીજના છેડા પર ગઈકાલે રાત્રે શટલ રીક્ષામાં બેઠેલી લુંટારુ ટોળકીએ ઘાતક હથિયારો સાથે પ્રવાસીઓને લુંટવા માટે અંધારામાં રોડની સાઈડમાં આવેલી ઝાડી પાસે લઈ જઈ ધાક ધમકી આપતા હતા તે દરમિયાન જ પોલીસની જીપ આવી પહોંચતા લુંટારુઓ ત્રણ યુવાનોનું અપહરણ કરી ભાગી છુટયા હતા.

પોલીસ જીપ રીક્ષા પાસેથી પસાર થતાં જ યુવકોએ બુમાબુમ કરી મુકી હતી. પોલીસે રીક્ષાને આંતરી ત્રણેય યુવકોને બચાવી લીધા હતા. પાંચ સશસ્ત્ર લુંટારુઓને ઝડપી લીધા હતા.

અમદાવાદ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાથી ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ ફરી રહી છે જેનો લાભ લુંટારુ ટોળકીઓ ઉઠાવી રહી છે. દિનેશ અને તેના બંને કર્મચારીઓએ શટલ રીક્ષામાં બેસી નારોલ જવાનું નકકી કર્યું હતું. ત્રણેય જણાં વિશાલા સર્કલથી એક શટલ રીક્ષામાં બેસીને નારોલ જવા નીકળ્યા હતાં. જેમાં ચાર પ્રવાસીઓ બેઠેલા હતા.

દિનેશ, અનુપ અને મહેન્દ્ર રીક્ષામાં શાસ્ત્રીબ્રીજના છેડે પહોચે ત્યારે અચાનક જ ચાલકે રસ્તાની સાઈડમાં અંધારામાં ઝાડીની પાસે ઉભી રાખી હતી. ચપ્પુ બતાવી યુવકોના ખિસ્સામાંથી રૂપિયા અને મોબાઈલ ફોન લુંટવાનો પ્રયાસ કર્યો હતો.

અચાનક જ પાછળથી પોલીસની જીપ આવતા ત્રણેય યુવકોને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી તેઓનું અપહરણ કરી લીધુ હતું. પોલીસની જીપ રીક્ષા પાસેથી પસાર થતા ત્રણેય યુવકોને બુમાબુમ કરતા રીક્ષા ભગાવી મુકી હતી. પોલીસે પણ આ રીક્ષાનો પીછો કરી પકડી લીધી હતી.

ત્રણેય યુવકોને છોડાવી પોલીસે પાંચેય લુંટારુઓને ઝડપી લીધા હતા. લુંટારુઓમાં રીઝવાન પઠાણ (ઉ.વ.ર૧) (રહે. હુસેનીબાગ વિશાલા). મુસ્તુફા પઠાણ (ઉ.વ.ર૯), સમીર શેખ (ઉ.રર), આદીલ દરબાર (ઉ.રર) અને નદીમ શેખ (ઉ.ર૩) તમામ રહે. સંકલિતનગર જુહાપુરાના છે.