શશીવનમાં ગાંધીજીની 375 કિલોની તાંબાની પ્રતિમા મુકાશે

પાલનપુર, તા.૨૮ 

પાલનપુરમાં પહેલી વાર ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાશે. 375 કિલોની તાંબાની પ્રતિમા શશીવનમાં ઉભી કરવામાં આવનાર છે. રૂ.13.50 લાખની પ્રતિમાનું બીજી ઓકટોબરે વિદ્યામંદિર સંસ્થા દ્વારા અનાવરણ કરાશે.

પાલનપુરની શૈક્ષણિક સંસ્થા વિવિધલક્ષી વિધામંદિરના ડાયમંડ જયુબિલી કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટીઓએ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાની શહેરમાં સ્થાપના કરવા વિચાર કરવામાં આવતાં આજે પૂરો કરવામાં આવ્યો હતો. અમદાવાદ ની શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટસના પ્રિન્સિપાલ અને કાંસ્ય પ્રતિમા તૈયાર કરનાર કલાકાર રતિલાલ કાનસુરિયા એ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં 4 મહિના સુધી તાંબાની પ્રતિમાનું કામ ચાલ્યું હતું.

અમે આઠ હજાર વર્ષ જૂની ધાતુને ઢાળીને પ્રતિમા તૈયાર કરવાની પરંપરાને વળગી રહ્યા છીએ. જે ગાંધીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે, તેનું આયુષ્ય 500 થી 700 વર્ષનું છે. જેનું વઝન 345 કિલો છે. જ્યારે સ્ટીલના સ્ટેન્ડ સાથે નું વઝન 450 છે. વિદ્યામંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે “બીજી ઓક્ટોબરે શશીવન ખાતે પ્રતિમાનું અનાવરણ વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરના નિજાનંદી બાળકો દ્વારા કરવામાં આવશે.’ આ પ્રસંગે ગાંધીજીને લગતા ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અનાવરણ પ્રસંગે ગાંધી કથાકાર યોગેન્દ્રભાઇ પારેખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.