શામળાજીનું કૃષ્ણ મંદિર સૂર્ય ગ્રહણમાં ખૂલ્લું રહ્યું

૨૬ ડિસેમ્બર 2019માં સૂર્ય ગ્રહણ થયું ત્યારે તમામ હિન્દૂ મંદિરો બંધ હતા, પણ શામળાજીનું ગ્રહણ સમયે ખુલ્લું રહ્યું હતું. સવારે 4 કલાકે મંદિર ખુલ્યું હતું, મંગળા આરતી બાદ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સૂર્યગ્રહણ ના સમયે સવારે 8-08 કલાક થી 10 – 38 સુધી મંદિર ચાલુ રાખી મંદિર માં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ સમયે પણ ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા આમ સમગ્ર વિશ્વમાં માં ગ્રહણ સમયે ખુલ્લું રહેતું એક માત્ર યાત્રાધામ શામળાજી મંદિર માં ભક્તો ભગવાન શામળિયા ના દર્શન નો લાભ લઈ ધન્યનતા અનુભવી હતી. ગુરૂવારે 45 વર્ષ પછી કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું માગશરી અમાષે સૂર્યગ્રહણનો અનોખો સંયોગ પેદા થયો હતો આજે માગશરી અમાશના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે.આજે સવારથી જ ‘જય શામળિયા’ ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે.સુર્યગ્રહણ વખતે વિશ્વનું એક માત્ર શામળાજી મંદિર ખુલ્લુ રહેતા મોટી સંખ્યામાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાંબી કતારો જામી હતી.ભગવાન શામળિયાની સુર્યગ્રહણના દિવસે વિશેષ ભક્તિ કરી હતી.

સુર્યગ્રહણનો નજારો સવારથી જ દેશભરના નાગરિકોએ નિહાળ્યો હતો ગ્રહણ નિમિતે ગઈકાલ રાતથી જ મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા અને સુર્યગ્રહણ પૂર્ણ થયા બાદ બપોરે ૧.૦૦ વાગે સવારની આરતી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ઠેરઠેર સુર્યગ્રહણનો નજારો નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ કરીને શાળામાં ભણતા બાળકોને આ નજારો બતાવવામાં આવ્યો હતો અને સુર્યગ્રહણના કારણો પણ બતાવવામાં આવ્યા હતાં. સુર્યગ્રહણનો નજારો જાઈ નાગરિકો રોમાંચિત બની ગયા હતાં.

વૈજ્ઞાનિકો દ્વારા ગ્રહણ દરમિયાન કેટલીક પૌરાણિક વાતોને લઈ નાગરિકોમાં ફેલાયેલી ગેરસમજને દુર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આજના સુર્યગ્રહણના પગલે સવારથી જ લોકો ધાબાઓ ઉપર તથા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ ટેલીસ્કોપની વ્યવસ્થા કરવામાં આવી હતી. પુર્ણ સુર્યગ્રહણનો નજારો નિહાળી વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયાઓ આપી હતી ત્યારે બીજીબાજુ મંદિરોમાં પણ બપોરે ૧.૦૦ વાગ્યા બાદ આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

મુસ્લિમ બિરાદરો દ્વારા પણ સુર્યગ્રહણ નિમિતે અમદાવાદ શહેરની ૮ જેટલી  મસ્જિદોમાં  ખાસ સલાતુલ કુસૂફ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહયા હતા આ નમાઝ એક કલાક સુધી ચાલતી હોય છે. શહેર સહિત રાજયભરના જાણીતા અંબાજી, દ્વારકા, સોમનાથ, સહિતના મંદિરો સવારે બંધ રહયા હતાં અને બપોરે ૧.૦૦ વાગ્યા બાદ સવારની આરતી કરવામાં આવી હતી. સુર્યગ્રહણનો પ્રારંભ થતાં જ શહેરમાં સવારથી જ ઠેરઠેર આ નજારો જાવા માટે લોકો દુરબીનો લઈ ગોઠવાઈ ગયા હતાં.


એક જ રાશિમાં ૬ ગ્રહોનો સંયોગ પ૭ વર્ષ બાદ જાવા મળે છે ધન રાશિમાં ૬ રાશિઓ એકત્રિત થાય છે તેથી સુર્યગ્રહણનું મહત્વ વધારે હોય છે આજનું સુર્યગ્રહણ વર્ષનું અંતિમ ગ્રહણ છે જે વર્ષનું સૌથી મોટુ ગ્રહણ માનવામાં આવે છે.

સવારે શરૂ થયેલ સુર્યગ્રહણ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દેખાવાનું હોવાથી રાજયમાં આવેલ નાના-મોટા મંદીરો સવારના દર્શનાર્થે બંધ રહેનાર છે. ગ્રહણને કારણે મંદિરો, ભક્તો માટે બપોરે ૧ વાગે ખોલવામાં આવશે. સોમનાથ, દ્વારકા, ડાકોર, શામળાજી, અંબાજી ઉમિયા માતાજી સહિત રાજયના મોટાભાગના મંદીરો બપોરે ૧ વાગે ખોલવાના હોવાને કારણે સવારની આરતી ૧.૩૦ કલાકે થશે. આ સુર્યગ્રહણ ર કલાક પર મિનીટ સુધી દેખાનાર છે.

વર્ષનું સૌથી મોટુ ગ્રહણ હોવાને કારણે સુર્યગ્રહણના દ્રશ્યો જાવા વિજ્ઞાન તથા ખગોળ શાસ્ત્રમાં રસ ધરાવતા લોકો સવારથી જ ટેલીસ્કોપ લઈ સુર્યગ્રહણમાં થતા પળેપળનો અભ્યાસ કરતા જાવા મળે છે.