અમદાવાદ, તા.૦૬
શહેરના ઉત્તરઝોનમાં અમપા સંચાલિત શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારીના કારણે શિલિંગ ઉપર લગાવેલો પંખો તુટી પડતા બે લોકોને સામાન્ય ઈજા થવા પામતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
આ ઘટના અંગે મળતી માહીતી મુજબ, શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં બુધવારે બપોરના સુમારે ફીમેલ વોર્ડના દર્દીઓ સાથે તેમના સંબંધીઓ નજીક ટેબલ પર બેઠા હતા એ સમયે અચાનક સિલિંગ પરથી પંખો નીચે તુટી પડતા ટેબલ પર બેઠેલા મહીલા દર્દીઓના પતિઓને ઈજા થવા પામતા હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર ઈકબાલ શેખ હોસ્પિટલ દોડી ગયા હતા. ઈકબાલ શેખે કહ્યુ, આ પંખો કેટલાય સમયથી બરોબર ચાલતો ન હોવાની ફરીયાદ છેક સુપ્રીટેન્ડન્ટ સુધી કરાઈ હતી. છતાં કોઈ કાર્યવાહી ન થવાના કારણે આ ઘટના બનવા પામી છે. ઉપરાંત હોસ્પિટલના ફોન પણ ઘણાં સમયથી બંધ હાલતમાં છે.