બાળકોને શાળાએ લઈ જતા બસ, રિક્ષા અને વાનના ચાલકો માટે બાળકોની સલામતી માટે જરૂરી પગલા ભરવા ગુજરાત સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.
શું હોવું જોઈએ શાળાની બસ પર
1 – શાળા બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ તેમજ બસની આગળ અને પાછળના ભાગે શાળાનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ.
2 – વાહન ચાલકનું નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં. બસ પર હોવા જોઈએ અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે વાંચી શકાય તેમ લખાયેલો હોવો જોઈએ.
3 – બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી હોવી જોઈએ,
4 – આપાતકાલીન દરવાજો તેમજ દરવાજા પર વિશ્વનીય લોક હોવું જોઈએ.
5 – બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલી ના હોવી જોઈએ.
6 – શાળા બસમાં સ્પીડ ગર્વનર લગાવેલું હોવું જોઈએ તેમજ ગતિ મર્યાદા ૪૦ કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.
7 – શાળાની બસની બેઠકો બિન દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ.
8 – તેમજ બસની અંદર GPS અને CCTVની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ.
9 – શાળા બસમાં પ્રાથમિક સારવાર પેટી
10 – પીવા માટેનું પાણી હોવું જોઈએ.
11 – બાળકોની શાળા બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ.
12 – શાળા બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિસંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય.
13 – બસની અંદર પૂરતું અજવાળું હોવું જોઈએ.
14 – અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.
15 – શાળાના બાળકોની સલામતી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સૂચિત કરેલી અને મંજુરી ધરાવતી બસ જ બાળકોના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે તે સિવાય મંજુરી ન ધરાવતી બસ કે ભાડે લીધેલી બસમાં બાળકોને લઈ જવા માટે ઉપયોગ કરી શકાશે નહીં.