શિક્ષક દંપતીએ લડીને ગુજરાત ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાવી

ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિએ જમીન પર કબજો કરીને પચાવી પાડ્યો હોવાની ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પૂર્વ ધારાસભ્ય અને તેમના વાહનના ચાલક અરવિંદ મોહન પ્રજાપતિ સામે ગુનો નોંધી પોલીસે બન્નેની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.

પાલનપુરમાં રહેતા શિક્ષિકા જાગૃતિ નરેશ ચંદાણીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિ પર તેમના પ્લોટમાં ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હોવાની ફરિયાદ કરી હતી. પાલનપુરના શિક્ષક દંપતીએ આરોપ મુક્યો હતો કે, ભાજપના નેતા હોવાને કારણે દબાણ આવતા હવે પોલીસે ફરિયાદ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.  તાનાશાહી સામે ન્યાયની માંગણી કરી કરી હતી.

પતિ અને પત્ની પાલનપુરની એસ.પી. કચેરી ખાતે પહોંચી ગયું હતું. ફરિયાદ પશ્ચિમ પોલીસ ન લેતી હોવાના આક્ષેપો કર્યા હતા. મહેસાણાના મંજુલાબેન પટેલ પાસેથી વેચાણથી રાખ્યો હતો. મંજુલાબેનએ આ પ્લોટ લીલાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ પાસે થી ખરીદેલો હતો. જેનું ટાઇટલ ક્લિયર છે. પ્લોટ અમારા નામે છે. અમારે અને ગોવિંદભાઇને પ્લોટ બાબતે કોઈ લેવાદેવા નથી. છતાં તેમણે પ્લોટ ઉપર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો છે.

પાલનપુરના હનુમાન ટેકરી પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં આવેલા પ્લોટ અંગે ભાજપના નેતા સામે પોલીસે ફરિયાદ ન લેતા ન્યાય માટે દંપતી એસપી કચેરીએ પહોંચ્યું હતું અને તેમની ફરિયાદ નહી લેવાય તો અજુગતું પગલું ભરવાની ચીમકી આપી હતી. પ્લોટનો કબજો અને પ્લોટ ધારકને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ થઈ હતી.

પોલીસે આ જગ્યામાં ધારાસભ્યની ગાડી અને ધારાસભ્યના માણસોને બહાર કાઢી પોલીસ મથકે લઇ જવાયા હતા. ભાજપના નેતા પોલીસની હાજરીમાં પણ દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપો પ્લોટ માલિક જાગૃતિબેન ચંદાનીએ કર્યા હતા.

દસ્તાવેજ હોવા છતાં પણ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિએ પ્લોટ પર પોતાનો કબ્જો હતો, કબ્જો છે અને કબ્જો રહેશે તેવો દાવો કરતા જણાવ્યું હતું કે, આ પ્લોટ તેઓએ ગીરવે મુક્યો હતો. ત્યારે ગીરવે લેનાર પાર્ટીએ બારોબાર પ્લોટ વેચાણ કર્યો છે. આ પ્લોટનો દસ્તાવેજ હાલમાં જાગૃતિબેન ચંદાનણીના નામે હોવાનો એકરાર કરતા પૂર્વ ધારાસભ્યએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

એક જ પ્લોટ પર પૂર્વ ધારાસભ્ય સહીત બન્ને પક્ષો માલિકી હકનો દાવો કરી રહ્યા છે.

ચૂંટણીમાં ટિકિટ માંગી હતી

2019માં ભાજપમાંથી ઇસ્કોન બિલ્ડરના પ્રવીણ કોટક,  હરિભાઈ ચૌધરી, ગોવિંદ પ્રજાપતિએ ટિકિટ માંગી હતી.