ગાંધીનગર : ઉનાળો શરૂં થતાં જ શેરડીનું વાચાણ વધે છે. ખેડૂતોએ શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોંચાડ્યું છે. પણ તેમાં નબળી શેરડી રસ પીવામાં વાપરવામાં આવે છે. દેશના 3 ટકા લેખી 1.8 લાખ હેક્ટરમાં 3 કરોડ ટન શેરડી ગુજરાત પકવે છે. જેમાંથી 1 ટકા જેટલી શેરડી સર પીવામાં વપરાતી હોવાનો ખાંડના કારખાનનો અંદાજ છે. ગુજરાતમાં 80થી 90 હજાર શેરડીનો રસ વેચતાં કોલા છે. જેમાં છેલ્લાં 7 વર્ષથી ઉત્તર પ્રદેશ અને બિહારથી લાકડાના સંચા-ચિચોડા લાવીને પીલીને શેરડીનો રસ કાઢતાં હોવાનું પ્રમાણ વધી ગયું છે. જે રૂ.5 કે રૂ.10નો ગ્લાસ આપે છે. જેમાં મીઠાશ લાવવા માટે સેક્રીન નાંખતા હોવાનું બહાર આવ્યું છે. જેઓ હલકી શેરડી લાવીને તેમાં સેક્રીન કે ખાંડની ભેળસેળ કરતાં હોવાના કિસ્સાઓ આ વર્ષે બહાર આવ્યા છે. ગયા વર્ષે આરોગ્ય વિભાગે રાજ્યમાં 300થી વધું સ્થળે તપાસ કરી તેના તારણો ચોંકાવનારા છે. સેકરીનથી કાકડા પર સોજો ગળામાં બળતરા જેવી બિમારી થાય છે.
નવસારી, વલસાડ, ભરૂચ, જૂનાગઢ, ભાવનગરમાં સૌથી વધારે શેરડી પાકે છે. ત્યા જે ગોળ અને ખાંડમાં વાપરી ન શાકાય એવી સ્વાદ વગકરની ફીક્કી શેરડી સંચામાં રસ કાઢવા લાવવામાં આવે છે. હલકી કક્ષાની શેરડી સેકરીન નાંખેલા પાણીના ટાંકામાં રાખવામાં આવે છે અથવા રસ કાઢવી વખતે તે નાંખી દેવામાં આવે છે.
કમળો અને ટાઇફોઇડ જેવા પાણી જન્ય રોગ માટે શેરડીના ચિચોડા મુખ્ય કારણ છે. તેઓ સફાઈ રાખતાં નથી. ચિચોડાના ધંધાર્થીઓ માટે 32 નિયમોની ગાઇડલાઇન બનાવવામાં આવી હતી. તેમાં એક 10 મીનીટ માટે રસનો ગ્લાસ ભરી રાખવાથી ઉપર સફેદ છારી જેવું થઈ જાય છે. રસ કાળો પડી જાય છે. રસમાં જંતુનાશક દવાના અંશો પણ મળી આવેલા છે. ગ્લાસ એકનાએક પાણીમાં ધોવામાં આવે છે. આથવા કાગળના ગ્લાસ વાપરવાના બદવલે પ્લાસ્ટીકના વાપરવામાં આવે છે. ચીકાસ વાળી શેરડી વાપરે છે. જેના ઉપર માખીઓ ચોંટેલી હોય છે. લીંબુના બી સાથે જ આખુ લીંબુ પીલી નાંખવામાં આવે છે. બી ખાવાથી ઝાડા થઈ શકે છે. સંચામાં ઓઈલ ચોંટેલું હોય છે. હાથમાં મોજા પહેરવામાં આવતાં નથી.
રૂ.5-10 થી 15માં બીમારી પીરસાઇ રહી છે. શેરડી ધોવામાં આવે છે તેમાં જંતુનાશક દવા પણ હોય છે. જંતુનાશક દવાથી ફેફસાં, ગળા અને જઠરનું કેન્સર થાય છે. સેકરીનની ભેળસેળથી ગળામાં સોજો આવે છે. રાજકોટમાં શેરડીના સંચાઓ પાસેથી 10 કિલો સેક્રિન સાથે સફેદ જથ્થો મળી આવ્યો હતો. શેરડીના રસને મીઠો બનાવવા માટે વેપારીઓ શેરડીના સાંઠા પર સેકરીનનું પોતું મારી રહ્યા છે.
શેરીડીના રસમાં નાંખવામાં આવતો અને કારખાનામાં બનતો બરફ ખાવા લાયક નથી હોતો. ફ્રિઝમાં પાણી રાખીને બનાવેલો બરફ તે હોતો નથી.
શેરડીનો રસ એક આરોગ્યપ્રદ પીણું છે પરંતુ તેમા સેકરીન, લીંબુના ફુલ, બરફ સહિતની ભેળસેળના કારણે બિન આરોગ્યપ્રદ બને છે.