આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજની આત્મહત્યા બાદ ગુજરાતમાં મોદીના સપના સમાન 575 કરોડના મોંઘેરા પ્રોજેક્ટને કોણ પૂરું કરશે? વડાલીના મહોર ગામે 540 એકર જમીનમાં આકાર લેનાર ‘સંતનગરી’ પ્રોજેક્ટ ગુજરાત સરકારની મદદથી ભૈયુજી મહારાજની નેતૃત્વ અને માર્ગદર્શનમાં પૂરું થવાનું હતું. દેશભરના 2370 જેટલા સંતો-મહાપુરુષોના જીવનમાંથી લોકોને પ્રેરણા મળે તે માટે એમના જીવનની હુબહુ ઝાંખી કરાવતી એક આખી નગરી સાકાર કરવાનું આયોજન છે. જોકે, સંતો-મહાપુરુષોની આખી યાદી તૈયાર થઇ રહી હતી. પહાડો, ઝરણાં, સરોવરો, 50થી વધુ ગુફાઓ, સ્તુપો, સ્તંભો, શિલ્પો, સ્થાપ્યત્યો, મેડિટેશન સેન્ટર્સ, નોલેજ સેન્ટર્સ ધરાવતી આ ‘સંતનગરી’ જ્યારે સાકાર લેશે ત્યારે રાજ્યના પ્રવાસન ક્ષેત્રે આગવું નજરાણું બની રહેશે.
વડાલીના મહોર ગામે ૫૪૦ એકર ફાળવાશે :
વર્ષોથી વિચારણાની ગડમથલમાં પડેલો, ગુજરાત સરકારના સ્વપ્નસમો સંતનગરી બનાવવાનો નવતર પ્રોજેક્ટ હવે આગળ ધપે તેવા અણસાર છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના મહોર ગામે સરકારી ૫૩૯.૩૬ એકર જમીન ઉપર આ પ્રવાસન પ્રોજેક્ટ સાકાર કરવાનું નક્કી થયું છે. ત્રણ તબક્કે કરવા ધારેલા આ પ્રોેજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.૫૭૫.૨૦ કરોડ છે. મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે એમણે પોતે કલ્પેલો આ પ્રોજેક્ટ હોઈ ગુજરાત સરકાર એને ર્મૂિતમંત કરવા કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય સહાય માગશે.
દેશભરના અગ્રગણ્ય ૨૩૭૦ જેટલા સંતો- મહાપુરુષોના જીવનકવનમાંથી લોકોને પ્રેરણા મળે તે માટે એમના જીવનની હુબહુ ઝાંખી કરાવતી એક આખી નગરી સાકાર કરવાનું આયોજન છે, અલબત્ત આવરવામાં આવનારા સંતો- મહાપુરુષોની યાદી હજી ઘડામણમાં હોવાનું જણાઈ રહ્યું છે. પહાડો, ઝરણાં, સરોવરો, ૫૦થી વધુ ગુફાઓ, સ્તુપો- સ્તંભો- શિલ્પો, સ્થાપ્યત્યો, તારણો, મેડિટેશન સેન્ટર્સ, નોલેજ સેન્ટર્સ ધરાવતી આ ‘સંત નગરી’ જ્યારે સાકાર લેશે ત્યારે રાજ્યના પ્રવાસન ક્ષેત્રે આગવું નજરાણું બની રહેશે.
રૂ. ૧૦૭.૨૫ કરોડના ખર્ચવાળો પ્રથમ તબક્કો આવતા જાન્યુઆરી- ફેબ્રુઆરીથી શરૂ કરવાની ગણતરી રખાઈ છે, જે ૨૦૧૮માં પૂરો થશે. ત્યારબાદ રૂ.૨૧૫.૩૬ કરોડ તથા રૂ.૨૫૨.૫૯ કરોડના ખર્ચે બીજા અને ત્રીજા તબક્કાનું આયોજન છે અને સમગ્ર પ્રોજેક્ટ પરિકલ્પના પ્રમાણે ૨૦૨૦માં પૂરો થશે, એમ જણાઈ રહ્યું છે