સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીકલ ૧૪ અને ૧૫ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેશના તમામ લોકોને એકસમાન અધિકાર મળ્યા છે. જેમાં કોઈપણ જાતિ, ધર્મ કે વર્ગ કે લીંગના ભેદભાવ સિવાય તમામ લોકોને નાગરિકતા મળે છે અને આજ આપણી એકતા અને અખંડિતતાની જે સંસ્કૃતિ છે તે અખંડિત છે. પરંતુ આ વિધેયકની જોગવાઈ બંધારણ આર્ટીકલ ૧૪ અને ૧૫ સદંતર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે.
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદારસાહેબ, મૌલાનાસાહેબ સહિતના હજારો નામી – અનામી મહાનુભાવોના બલિદાનથી મળેલ મહામુલી આઝાદી બાદ આઝાદ ભારતની જે મુલ્યો અને આદર્શ સાથે સ્થાપના થઈ તે મુલ્યો, સંવિધાન, આદર્શોને ઉલટાવવા અને દેશને કમજોર કરવા માટેના ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારના નાગરિકતા સુધારણા વિધેયક સામે સમગ્ર દેશમાં કોંગ્રેસપક્ષ દ્વારા ધરણા પ્રદર્શનના ભાગરૂપે ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનો અને વિવિધ નાગરિક સંગઠનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારત દેશની સંસ્કૃતિ, બંધારણનો પાયો, જાતિ, ધર્મ, પ્રાંતના ભેદભાવ સિવાય આપણે સૌ એક છીએ એ વાત રજુ કરે છે. પરંતુ એક અંગ્રેજો હતા જેમણે આપણા દેશમાં રાજ કરવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. જેમાં જાતિના નામે, ધર્મના નામે, પ્રાંતના નામે ભાગલા પાડીને વર્ષો સુધી શાસન કરવામાં આવ્યું. અંગ્રેજો સામે પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસપક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે લડ્યા અને અંગ્રેજોને દેશ છોડવાની ફરજ પડી.
નવા અંગ્રેજો ભારતના સંવિધાન પર, એકતા – અખંડિતતા પર હુમલા સમાન સાઝીશના ભાગરૂપે ગેરબંધારણીય નાગરિકતા સુધારણા વિધેયક લાવી રહ્યાં છે. આ નવા અંગ્રેજો પોતાની સત્તા માટે, ટકાવવા માટે આ દેશમાં ફરી એક વખત ભાગલા પાડો અને રાજ કરો નીતિ મુજબ શાસન કરી રહ્યાં છે. ભારત દેશ સામે આજે અનેક પ્રશ્નો છે. યુવાન બેરોજગાર છે, ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે, મંદી, મોંઘવારી, અત્યાચારનો સામનો કરી રહી છે. ધંધા – વેપાર ચોપટ થઈ રહ્યા છે. ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. ભાજપ સરકાર છેલ્લા ઘણા સમયથી એક પછી એક કાયદા, કાનુન અને વિધેયક દ્વારા બંધારણને બદલવાનું કામ કરી રહી છે. જે લોકોની ધાર્મિક ભાવનાઓ, લોકોની લાગણીઓ ઉશ્કેરવાનું કામ થાય. ધર્મના નામે, જાતિના નામે ભાગલા પાડવાની વાત થાય, બહુમતિ, લઘુમતિ વચ્ચે ખાઈ ઉભી કરવાનો પ્રયત્ન થાય અને પોતાના રાજકીય રોટલા શેકવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે.
ભારત દેશનું બંધારણ એ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ બંધારણ છે જેની અનદેખી કરવામાં આવી છે. આ વિધેયકમાં ધર્મના નામે આખા દેશમાં ભાગલા ઉભા થાય એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપ સરકાર દ્વારા રાજકીય લાભ કઈ રીતે મેળવવો એ આ વિધેયકનો મુખ્ય હેતુ છે. કોંગ્રેસ પક્ષ કોઈપણ પ્રકારના રાજકારણ કર્યા સિવાય દેશ હિતમાં, દેશની એકતા અને અખંડિતતા માટે કામ કરતો રહ્યો છે. જ્યારે જ્યારે દેશમાં ભાગલા કરવાની વાત કરી, દેશને વિભાજીત કરવાની વાત સામે આવી ત્યારે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી લોકોની અવાજ બનીને ઉભો રહ્યો છે. અંગ્રેજો સામે જ્યારે સમગ્ર દેશ એક થઈને લડત આપતો હતો ત્યારે આર.એસ.એસ. અને હાલના ભાજપના પૂર્વજો અંગ્રેજોના એજન્ટ બનીને કામ કરતા હતા.
સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે આયોજિત ધરણાં પ્રદર્શનમાં સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના આપણા વડવાળાઓ એ અંગ્રેજો સામે લડ્યા હતા અને દેશને આઝાદી અપાવી હતી. આ નવા અંગ્રેજો સામે આ બીજી આઝાદીની લડાઈ લડવાની જવાબદારી આપણા બધા કોંગ્રેસના કાર્યકરોને સીરે આવી છે. કોંગ્રેસનો કાર્યકર આજે પણ એજ વિચારોને લઈને ચાલે છે જે વિચારધારાને લઈને આપણે અંગ્રેજો સામે લડ્યા હતા. એજ વિચારધારા લઈને આપણે આવનારા સમયમાં પણ આપણે એક થઈને લડવાનું છે. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ મતિ સોનિયાજીએ આખા દેશના કોંગ્રેસના કાર્યકરોને આહવાહન કર્યું છે. આવો આ બીજી આઝાદીની લડાઈ લડવાનો સમય આવ્યો છે. આવો આ બીજી આઝાદીની લડાઈ સાથે સાથે દેશની એકતા અને અખંડિતતા પર ખતરો આવ્યો છે આ દેશની જે સંસ્કૃતિ – પરંપરા છે એના પર ખતરો આવ્યો છે ત્યારે આપણે બધાએ લડાઈમાં જોડાઈએ અને એના ભાગ સ્વરૂપ આપણે બધા આ ધરણા કાર્યક્રમમાં બેઠા છીએ આપણે આ કાર્યક્રમથી અટકવાનું નથી કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જાહેરમાં તો સંવિધાનની મોટી મોટી વાતો કરે, જાહેરમાં તો ભારતના બંધારણને હાથી ઉપર બેસાડીને યાત્રાઓ કરવાની વાતો કરે અને બીજી બાજુ એ જ આર.એસ.એસ.ના લોકો ભારતીય બંધારણને દરિયામાં ફેંકી દેવુ જોઈએ અને ભારત દેશને અમારી રીતે વિચારધારાની જેમ ચલાવવુ જોઈએ. તેવી વાતો કરી રહ્યાં છે. ભાજપના આ પગલાથી ભારત દેશ સામે આજે મોટો પડકાર ઉભો થયો છે.