સરકારના લાંચિયા અધિકારીઓ સામે તુરંત પગલાં ભરવા આદેશ

અમદાવાદઃતા:08 લાંચ-રુશવતના ગુના ઉકેલવા પરિપત્રોનો અમલ થતો ન હોવાનું લાંચ-રુશવત વિરોધી બ્યૂરોના નિયામકના ધ્યાન પર આવતાં તેમણે ચકાસણી કરવાની જવાબદારી વિભાગોને સોંપી છે. લાંચિયા અધિકારીઓ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના કરવા કહ્યા બાદ આ પગલાં લેવામાં આવ્યાં છે. મોટા ભાગની અરજીઓની તપાસ ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય છે, જેથી આવી તપાસમાં ઝડપ કરવા રાજ્યના પોલીસવડાએ સૂચના આપી હતી.

રાજ્યના પોલીસવડાએ આપેલી સૂચના મુજબ આરોપી લાંચ લેતાં પકડાય તો તેનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવા નોટિસ આપવી અને ડિફોલ્ટ બેઈલના કેસમાં મદદનીશ નિયામકે તપાસ સંભાળી લેવી. આ ઉપરાંત ટ્રેપમાં પકડાયેલા આરોપી સિવાયના સાથીઓની જ બદલી કરવી. આ ઉપરાંત આરોપી સામે તકેદારી સમિતિની રચના કરવી, અને આરોપીએ ફરિયાદીને નાણાં ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.

એસીબી દ્વારા કોઈ સરકારી બાબુને લાંચ લેતાં પકડવામાં આવે છે ત્યારે ઘણીવાર તેના વતનના ઘરે સર્ચ કરવામાં આવતું નથી. એસીબીના વડાએ આ બધી બાબતોનો ચુસ્તપણે અમલ થાય તે માટે મદદનીશ નિયામકોને જવાબદારી સોંપી દીધી છે. એસીબીને ડિકોઈ ટ્રેપની સત્તા હોવા છતાં આવી કોઈ કાર્યવાહી થતી નથી.

આવી જ તપાસ અશોક કાલરિયાની સામે હાથ ધરવામાં આવી છે. ભ્રષ્ટાચારના આક્ષેપોની ફરિયાદ ACBને પણ કરવામાં આવી હતી. જો કે ગુજરાત સરકારે કાલરિયા સામે કોઈ ખાતાકીય કાર્યવાહી કરી ન હતી, પરંતુ ACBએ આક્ષેપોના સંદર્ભમાં કાલરિયા સામે તાકીદે ખાતાકીય તપાસ કરી માહિતી આપવા આદેશ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો મળી રહી છે. કાલરિયા પર ભેદભાવ રાખી સત્તાનો બેફામ ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

આ અંગેની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં મદદનીશ નિયામક કાલરિયા સામે કથિત ગેરરીતિના પણ આક્ષેપો થયા હતા. જો કે ગુજરાત સરકારની નીતિમાં નથી તેવા નિયમો બતાવી જાહેરખબર બંધ કરી હતી. માહિતીખાતાના જાહેરખબર વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં ખાયકી થઈ રહી છે. ખોટા દસ્તાવેજોના આધારે જાહેરખબર વિભાગમાં મોટી રકમ લઈ ભ્રષ્ટાચાર આચરાતો હોવાના ગંભીર આરોપો હતા.

મુખ્યમંત્રી, વિજિલન્સ વિભાગ, સ્ટેટ આઈબી તથા સીબીઆઈ કક્ષાએ આ અંગે પુરાવા રજૂ કરી રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં થોડા સમય પહેલાં સ્ટેટ આઈબી દ્વારા ભ્રષ્ટાચાર અંગેના પુરાવા એકત્ર કરાયા હોવાની માહિતી મળી છે તેનો જવાબ આપવો પડશે.