સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું પૂતળું બન્યું તેની પાછળ રૂ.3000 કરોડનું ખર્ચ થયું છે. જ્યારે નર્મદા બંધ બનવાનો પ્લાન તૈયાર થયો ત્યારે સરદાર સરોવરનું ખર્ચ રૂ.3,333 કરોડ નક્કી કરાયું હતું. આમ સરદાર સરોવર અને સરદાર પુતળાનું ખર્ચ એક સરખું જોવા મળે છે.
૧૪ મુખ્યમંત્રી અને ૪૫૦૦૦ કરોડનો મહાકાય પ્રોજેક્ટ
૧૮ લાખ હેકટર જમીન, ૯૦૦૦ ગામડાં, ૧૩૫ શહેરોને પીવાનું પાણી આપવાની ક્ષમતા ધરાવતી આ યોજનાને પોતાના સમયમાં કરવાનો પ્રયાસ ૧૪ મુખ્યમંત્રીઓએ કર્યો. નર્મદા યોજના આડે સૌથી મોટું વિધ્ન મેધા પાટકરના વિરોધનું હતું. નર્મદા બચાવો આંદોલનની ઝાળમાં ૧૯૯૫ પછી સુપ્રીમ કોર્ટના હુકમને પગલે બંધનું કામ અટકયું. ૨૦૦૧માં કેનાલનું કામ શરૂ થયું .
યોજનાનો કુલ ખર્ચ
૧૯૮૦માં ૩,૩૩૩ કરોડ મૂળ અંદાજ હતો.
અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ કરોડ ખર્ચાયા
યોજના પૂર્ણ થશે ત્યારે ૪૫,૦૦૦ કરોડની બનશે.
કયાં કેટલા ખર્ચાયા..
વિગત કરોડમાં
બંધનાં કામો………૭૮૯.૫૨
મુખ્ય નહેર……….૭૩૩૩.૨૧
વીજળીઘર……….૪૬૭૦.૦૦
શાખા-નહેરો……….૧૧૧૮૨.૩૭
કુલ………….૨૯૯૭૩.૧૦
બાબુભાઈ પટેલની કવિતા
રેવા બની જાય ધન્ય, પ્રસન્ન હૈયું બન્યું..
વારી ન વહેશે વ્યર્થ, ક્ષીરાબ્ધિમાં,
કિન્તુ, તૃષાર્ત કંઠી સંતૃપ્ત થાશે જનોના..
યુગોથી વહેતાં જળ વ્યર્થ જોઇ,
વ્યગ્ર ધરા હવે તૃપ્ત થાશે,
હું ધન્ય જીવ્યું, પરાર્થે તન, ને સૌ જીવ્યું સાર્થ,
કલ્યાણ વાંછુઓના સુષુપ્ત તન ને,
જગાડે જનક ભગીરથ..!!
નોલેજ પ્લસ
નર્મદા યોજના ૧૯૬૧માં સત્તાવાર રીતે શરૂ કરાઈ તે પૂર્વે ગુજરાતના વિચક્ષણ અગ્રણી સ્વ. ભાઈકાકા પટેલે પણ તેનું સ્વપ્ન જોયું હતું. અંગ્રેજોના જમાનામાં પણ નર્મદા નદી પર બંધ બાંધવાનું વિચારાયું હતું.
નર્મદા યોજનાના મહત્વના વળાંકો
૧૯૪૬ : નર્મદા ખીણની જળસંપત્તિના વિકાસની મોજણી શરૂ
૧૯૬૧ : પંડિત જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યુ. ૪૬૦ ફૂટનો બંધ બાંધવાનો નિષ્કર્ષ નીકળ્યો.
૧૯૬૮ : ગુજરાતે આંતરરાજ્ય જળ વિવાદ ધારા હેઠળ પંચની માગણી કરી પણ મઘ્યપ્રદેશે વિરોધ કર્યો.
૧૯૭૮ : ૧૬મી ઓગસ્ટે પંચે ચુકાદો આપ્યો અને ગુજરાતને ૪૫૫ ફૂટની સપાટી સાથે ૪૬૦ ફૂટનો બંધ બાંધવાની મંજૂરી આપી. આ સાથે વર્લ્ડબેન્ક પાસેથી લોન મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
૧૯૮૦ : બંધ માટે ખર્ચનો અંદાજ ૩૩૩૩ કરોડનો મુકાયો.
૧૯૮૫ : વર્લ્ડબેન્કે યોજના માટે ૪૫ કરોડ ડોલરની લોન મંજૂર કરી
૧૯૮૬ : નર્મદા બચાવ આંદોલનનો પ્રારંભ થતાં ૪૦ વર્ષથી ડેમની શરૂ થયેલી કામગીરી અટવાઇ.
૨૦૦૧ : રાજ્ય સરકાર દ્વારા નર્મદા વિસ્થાપિતોને વસાવવાના પ્રયાસો ઝડપી બનાવાયા.
૨૦૦૩ -૨૦૧૦: આ સાત વર્ષ દરમિયાન વિવિધ તબક્કે બંધની ઊચાઇ વધારવાની મંજૂરી મળતી રહી.
ફેક્ટ ફાઇલ
૧. કોંક્રિટમાંથી બનેલા બંધમાં વિશ્વમાં બીજા ક્રમાંકે આવતા નર્મદા બંધમાં ૬૮.૨૦ લાખ ઘનમીટર કોંક્રિટ છે. અમેરિકાના ગ્રાન્ટફુલી બંધમાં ૮૦ લાખ ઘનમિટર કોંક્રિટ છે.
૨. યોજના પહેલાં ભૂકંપ શકયતાને લગતા ૪૫ અભ્યાસ કરાયા છે.
૩.આંદોલનોના કારણે ગુજરાતના ૮૦૦૦ કરોડ વેડફાયા.
૪. બંધમાં ૫.૮ લાખ હેકટર મીટર પાણીનો સંગ્રહ થઇ શકશે.
૫. યોજનાનું આયુષ્ય વિવિધ તબક્કે ૧૮૦ થી ૩૫૭ વર્ષનું નિશ્ચિત થયું.
૬. પ્રતિ એકમ ૨૦૦ મેગાવોટ શકિત ધરાવતા કુલ છ વીજ એકમ્ નદીના ભૂગર્ભજળ વિધુત મથકમાં અને ૫૦ મેગાવોટના પાંચ એકમ નહેરમુખ મથકમાં ગોઠવાયાં છે.
૭. કેનાલ ખોદીતાં નીકળેલી માટી એક બાય એક કિલોમીટરના મેદાનમાં પાથરવામાં આવે તો ૬૦૦ ફૂટનો પર્વત થઇ શકે.
૮. કેનાલોમાં જે લાઇનિંગ અને કોંક્રિટકામ થયું છે તેનો રોડ બનાવવામાં આવે તો થરાદથી કાશ્મીર ત્રણ વખત જવાય તેટલો ૧૧ હજાર કિલોમીટરનો લાંબો રસ્તો બની શકે.
૯. ગરુડેશ્વર ગામ પાસે ડેમના ૧૩ કિમી નીચવાસમાં ત્રણ રાજયોની મંજૂરીથી ચેકડેમ બનાવાશે જયાં સરદાર પટેલનું મોટું શિલ્પ મુકાશે.
૧૦. બંધ પૂરો થતાં ત્યાં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, લાઇટ-સાઉન્ડ શોની યોજના પાર પડાશે.
૧૮ લાખ હેકટર જમીન, ૯૦૦૦ ગામડાં, ૧૩૫ શહેરોને પીવાનું પાણી આપવાની ક્ષમતા ધરાવતી આ યોજનાને પોતાના સમયમાં કરવાનો પ્રયાસ
ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલ, કેશુભાઇ પટેલ
૧૪ મુખ્યમંત્રીઓએ કર્યો.
૧૯૮૦માં ૩,૩૩૩ કરોડ મૂળ અંદાજ હતો.
સાધુ બીટની મૂળ વાર્તા મુજબ તેને બાવા ટેકરી તરીકે ઓળખવામાં આવે છે જે સ્થાનિક દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તે એ ધાર્મિક મહત્વનું સ્થળ છે. જેથી મૂર્તિની આસપાસ પ્રવાસન માળખાકીય વિકાસ માટે જમીન આપવા માટે ત્યાંના સ્થાનિક લોકો વિરોધ કરે છે.
સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નામ આપવામાં આવ્યું છે. ભારતના સ્વતંત્રતા ચળવળના નેતા અને એકતા માં પ્રતીક એવા વલ્લભભાઈ પટેલ ને સમર્પિત છે આ સ્ટેચ્યુ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ની સ્થાપના
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ની સ્થાપના સૌપ્રથમ 7 ઓક્ટોબર 2010 ના રોજ કરવામાં આવી. 20,000 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. 182 મીટર ની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કંઈક નવુ
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેમા ઉપયોગમાં લેવાતા ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. ૫00,000 થી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું.
6 લાખ ગામોમાંથી લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન, 5000 મેટ્રિક ટનથી વધુ આયર્ન એકત્ર કરવામાં આવ્યું, અને આખરે ૩૧ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ મુર્તિનું બાંધકામ શરૂ થયું.
ભારત માં એકતા ચળવળ નું પ્રતિનિધિત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેમની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. નર્મદા ડેમની એકદમ સામે સરદાર પટેલની આ પ્રતિમા સ્થિત કરવામાં આવી. તેમની પ્રતીક બનવવાનો મુખ્ય ઉદેશ લોકો માં એકતા જાળવવાનો છે.
પ્રતિમાના પ્રથમ તબક્કામાં સ્મારકની મુખ્ય જમીન, કેન્દ્રની ઇમારતો, એક બગીચો, હોટલ, એક કન્વેન્શન સેન્ટર, એક મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો અને સંસ્થાઓ સાથે જોડતા પુલ બનાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના ઐતિહાસિક સ્વરૂપ નું પ્રતિનિધિત્વ કરે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના કેટલાક હાઇલાઇટ્સ
મુલાકાતીઓ માટે સમય ઘટાડવા માટે ઝડપી એલિવેટર, સ્ટેચ્યુનું ત્રણ સ્તરનું પ્રદર્શન – પ્રદર્શન ફ્લોર, મેઝેનાઇન અને છતમાં – મેમોરિયલ ગાર્ડન અને વિશાળ મ્યુઝિયમ તથા પ્રદર્શન હોલ હશે જે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ મટક નદીથી આશરે ૫૦૦ ફુટ ઉંચાઈ પર છે જે એક સમયે લગભગ ૨૦૦ લોકો નો સમાવેશ કરી શકશે, અને મુલાકાતીઓ ને સરદાર સરોવર નું વિશાળ દૃશ્ય આપશે.
સ્ટેચ્યુ સુધી પોંહચવા માટે 5 કિમી બોટ રાઇડિંગ ની સુવિધા પણ કરવામાં આવેલ છે. નર્મદા નદી અને સ્ટેચ્યુને નજર રાખતા વિશાળ આધુનિક કેનોપીડ પબ્લિક પ્લાઝાનો સમાવેશ થાય છે, જેમાં ખોરાકની દુકાનો, અલંકૃત ભેટની દુકાનો, અને અન્ય સવલતોનો સમાવેશ થાય છે, જે મુલાકાતીઓને એક સુંદર પ્રવાસનો અનુભવ પૂરો પાડશે
સરદાર વલ્લભભાઇ પટેલના 138 મા જન્મ જયંતિની 31 મી ઓક્ટોબર 2013 ના રોજ મૂર્તિ પાયો નાખ્યો હતો. તેમણે એલ. કે. અડવાણી સાથે જાહેર જનતાને જાહેરાત કરી હતી કે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી, તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે.
બુર્જ ખલિફાના પ્રોજેક્ટ મેનેજર માઇકલ ગ્રેવ્સ અને એસોસિએટ્સ અને મીનહાર્થા ગ્રુપના એક કન્સોર્ટિયમ, પ્રોજેક્ટની દેખરેખ રાખે છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 56 મહિના લાગશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ સરકાર દ્વારા ૨૦૬૩ કરોડ અંદાજવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ નું બાંધકામ ૨૦૧૮ સુધીમાં તે પૂરું થવાની ધારણા છે. આ સ્મારક રામ વી. સૂટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.