કૃષિ પ્રધાન ફળદુ અને પૂરવઠા પ્રધાન રાદડીના વિસ્તારમાં સાવ સસ્તામાં ચણાં વેચવા મજબૂર ખેડૂતો

Modi’s Gujarat farmers forced to sell chickpeas cheaper than the support price

ચણાની ખરીદી ટેકાના ભાવે ન ખરીદાતા ખેડૂતોને કરોડોનું નુકસાન

ગાંધીનગર, 5 માર્ચ 2021

કેન્દ્ર સરકાર ટેકાના ભાવો મળી રહેશે એવું નવા કાયદાનો અમલ કરતી વખતે મૌખિક કહે છે. પણ કાયદામાં જોગવાઈ કરીને ખેડૂતોને ખાતરી આપવા તૈયાર નથી. તેનું ઉદાહરણ ગુજરાતમાં ચણાના પાકમાં છે. કેન્દ્રની ભાજપની નરેન્દ્ર મોદીની સરકારે ચણાના ટેકાના ભાવ રૂપિયા 1020 નક્કી કર્યા છે. પણ ગુજરાતના ખેડૂતો 20 કિલોના 625થી 900ની વચ્ચે વેચે છે. સરેરાશ 20 કિલોના રૂપિયા 800 મળી રહ્યાં છે. ટેકાના ભાવે ખરીદી કરવામાં પણ વિજય રૂપાણીની ભાજપ સરકાર નાદાર સાબિત થઈ છે.

આમ ખેડૂતોને 20 કિલોએ 400થી 125ની નુકસાની જાય છે. શરેરાશ 300 રૂપિયા ઓછા મળી રહ્યાં છે. ટેકાના ભાવ ચણાની આ પડતર કિંમત છે. તેમાં ખેડૂતની મજૂરી અને મહેનત તથા ખેતરનું ભાડું અને નફો ઉમેરવામાં આવે તો 20 કિલોની કિંમત 1500-1600 થાય છે. ખરેખર તો ખેડૂતોનો માલ રૂપિયા 1500માં વેચાવો જોઈતો હતો. આમ ખોટ મોટી છે. ભાજપને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખેડૂતોએ મત આપ્યા હોવા છતાં ખેડૂતો બરબાદ થઈ રહ્યાં છે.

અડધા ભાવે લૂંટ 

તેનો મતલબ કે ખેડૂતો અડધા ભાવે ચણા વેચી રહ્યા છે. છતાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકરા લૂંટ જોઈ રહી છે. ઓછા ભાવે ખરીદી થઈ રહી હોવા છતાં વેપારીઓ સામે કે એપીએમસી સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આ ભાવ એપીએમસીના છે પણ ગામડામાં જઈને વેપારીઓ ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદે છે. તે તો રૂપિયા 500માં 20 કિલો ખરીદે છે. આમ રૂપાણીના રાજમાં ખેડૂતો લૂંટાઈ રહ્યાં છે.

ચણા પકવતા વિસ્તારો બરબાદ

જ્યાં ચણાં સૌથી વધારે પાકે છે અને વેચાય છે તે પોરબંદરમાં ભાવ 625થી 626 રહ્યાં છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુના ગામ જામનગરમાં 850થી 900 છે. પૂરવઠા પ્રધાન જયેશ રાદડીયાના ગામ રાજકોટમાં 860થી 920 ભાવ છે. તેમના મત વિસ્તાર ધોરાજી-જેતપુરમાં 841-906 ભાવ છે. પોરબંદરના ઘેડ અને ચણા અમદાવાદ અને બોટાદ જિલ્લાના ભાલ વિસ્તારમાં પાકે છે. જ્યાં રોજ 20 હજાર ગુણી ચણા આવે છે. ભાવ રૂપિયા 850થી 827 છે.

8.19 લાખ હેક્ટરમાં વાવેતર

2020માં 8.19 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું. જે ગયા વર્ષે 2019માં 3.78 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. તેની આગળવા 3 વર્ષમાં સરેરાશ 3 લાખ હેક્ટરમાં વેવાતર થયું હતું.

હેક્ટરે 1500 કિલો ઉત્પાદન

ખરીફ અને ઉનાળું ઋતુમાં ચણા પાકતાં નથી. પણ રવી ઋતુમાં ચણા પાકે છે. 8 લાખ કેહ્ટરમાં 12.50 લાખ ટન ચણા પાકવાની ધારણા ખેડૂતોની છે. 2019-20માં 4 લાખ હેક્ટરે 6.35 લાખ ટન ચણા પાક્યા હતા. ગુજરાતમાં સરેરાશ 1568-1600 કિલો એક હેક્ટરે ચણા પાકે છે.

પાણી વગરના વિસ્તાર

ચણા પકવતો વિસ્તાર મોટા ભાગે નપાણીઓ છે અને તેમના ખેતરોમાં મોટા ભાગે કંઈ પાકતું નથી. તેથી ચોમાસા પછી ચણા વાવે છે. તે શિયાળામાં ખારી જમીનમાં પણ થઈ શકે છે. ચણાને ઓછા પાણીની જરૂર પડે છે.

જંગી ખોટ

ચણા પકવનારા મોટા ભાગે ઓછી આવક ધરાવતાં ખેડૂતો છે. તેમના  8.19 લાખ હેક્ટરમાં 1,22,86,50,000 (123 કરોડ કિલો અથવા 123 લાખ ક્વીન્ટલ અથવા 12.30 લાખ ટન) કિલો ચણા પેદા થવાની ઘારણા છે.

12.50 લાખ ટન ચણામાંથી 50 ટકા ખેડૂતો પોતાના ચાણા ખેતરથી જ વેચીં નાંખે છે. આમ અંદાજ મૂકી શકાય કે 6.25 કરોડ ટન ચણા વેચાઈ ગયા હશે. 20 કિલોના રૂપિયા 800 પ્રમાણે, રૂપિયા 5 હજાર કરોડના ચણા વેચી નાંખ્યા છે. 1352 કરોડ રૂપિયાની ખોટ ગઈ હોઈ શકે છે.

ખરેખર ઉત્પાદન ખર્ચ જો 20 કિલોના રૂપિયા 1500 ગણવામાં આવે તો ખોટ 700ની થાય છે. તે હિસાબે ખેડૂતોને વાસ્તવિક ખોટ રૂપિયા 4300 કરોડની ખોટ ગણી શકાય છે. આમ ખેડૂતોને ટેકાના ભાવ ન મળતા અનેક ખેડૂતોને આર્થિક નુકસાની ગઈ છે. ખેડૂતોએ ભાજપને ખોબે ભરીને મત આપ્યા પણ 8થી 10 લાખ ખેડૂતો બરબાદીના પંથે રૂપાણીએ છોડી દીધા છે.

1500ના બદલે ખેડૂતોને મળે છે રૂપિયા 800
ચણાનું વાવેતર અને નુકસાની વાળા જિલ્લા
જિલ્લોહેક્ટર વાવેતર
સુરત1700
નર્મદા0
ભરૂચ2700
ડાંગ16500
નવસારી1900
વલસાડ2900
તાપી4500
દક્ષિણ ગુ.30300
અમદાવાદ50900
અણંદ5500
ખેડા1100
પંચમહાલ2100
દાહોદ1600
વડોદરા11000
મહિસાગર39700
છોટાઉદેપુર400
મધ્ય ગુ.112400
બનાસકાંઠા600
પાટણ46600
મહેસાણા1000
સાબરકાંઠા2200
ગાંધીનગર14300
અરાવલી1000
ઉત્તર ગુજ.65600
કચ્છ400
સુરેન્દ્રનગર47300
રાજકોટ107200
જામનગર87600
પોરબંદર34800
જૂનાગઢ28800
અમરેલી42300
ભાવનગર27800
મોરબી47600
બોટાદ85000
સોમનાથ80200
દ્વારકા21700
સૌરાષ્ટ્ર610400
ગુજરાત કૂલ819100