સરોજ પટેલે શિક્ષક બનવાના બદલે ખેડૂત બની કાકડીના ઉત્પાદનમાં વિક્રમ બનાવ્યો

મહેસાણા જિલ્લાના મોટીદાઉ ગામના સરોજબેન પટેલ દોઢ વિઘા જમીનમાં આધુનિક રીતે ગ્રીનહાઉસમાં ટપક સિંચાઈથી ખેતી કરીને વર્ષે 5 લાખ આવક મેળવે છે. તેમણે એકરે દોઢ ટન કાકડી પકાવી છે. 4 મહિનામાં 30 ટન ખીરા કાકડીનું ઉત્પાદન તેઓ કરે છે. જમીનમાં રોગ આવતાં કોકોહીડ (પ્લાસ્ટીક બેગ)માં કાકડીનું ઉત્પાદન શરૂ કર્યું છે. કિલોએ સરેરાશ રૂ.20થી 34 સુધી ભાવ મળે છે.

દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિમંત્રીના હસ્તે મહિલા કિસાન એવોર્ડથી સન્માન કરાયા છે અને રાજ્ય સરકારે તેમને તાલુકા સહિત જિલ્લા અને રાજ્યના બેસ્ટ મહિલા ખેડૂતનો એવોર્ડ પણ આપી ચુક્યા છે. સંઘર્ષથી આગળ આવેલી દેશની 50 મહિલાઓમાં તેમને પણ સ્થાન મળ્યું છે. અનેક પુરસ્કાર મળેલા છે. કેન્દ્રીય કૃષિ પ્રધાનના હાથે તેમને પુરસ્કાર મળેલો છે. એમ.એ એમફિલ સહિત બી.એડ. કરીને તેમણે ખેડૂતની કઠોર શ્રમ વળી જીંદગી પસંદ કરી છે. ખેતીમાં સફળ મહિલાઓની જીવન સંઘર્ષ કથાને ધ્યાનમાં લઈને દિલ્હીમાં રિયાલીટી શો યોજાયો હતો. જેમાં તેઓ ગુજરાત માટે પસંદ થયા હતા.