પ્રશાંત પંડીત,તા.21
વિશ્વભરમાં હેરીટેજ સપ્તાહની ઉજવણી શરૂ થઈ ગઈ છે.અમદાવાદ શહેરમાં પણ ૧૨૫ વર્ષની ઉંમરે પહોંચી ગયેલા એલિસબ્રીજની જર્જરીત હાલત અને ખવાઈ ગયેલા સ્ટીલ ફ્રેમ સ્ટ્રકચરની યાદ આવતા આ ઐતિહાસિક પુલને હેરીટેજ ગેલેરી તરીકે અને માત્ર રાહદારી જ ઉપયોગ કરી શકે એ પ્રમાણે વિકસાવવા કન્સલ્ટન્ટ પાસે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાવાશે.આ માટે તેને ૭૧ લાખ રૂપિયા ફી ચુકવવા ૨૧મીના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદ શહેરમાં બ્રિટીશ શાસનકાળ સમયે આજથી ૧૨૫ વર્ષ પહેલા એટલે કે ૧૮૯૨માં શહેરના પ્રથમ એવા એલિસબ્રીજને બનાવવામાં આવ્યો હતો.૧૨૫ વર્ષ બાદ આજે પુલની પરિસ્થિતિ જાખમી બની છે.વેધરીંગ ઈફેકટના કારણે આ પુલ જર્જરીત અને ભયજનક બન્યો છે.સલામતી અને મેઈન્ટેનન્સની દ્રષ્ટીએ આઈઆરસીની ગાઈડલાઈન મુજબ,હયાત સ્ટ્રકચરને નુકસાન ન થાય એ પ્રમાણે પુલને હેરીટેજ ગેલેરી તરીકે રીડેવલપ કરવાનુ સત્તાવાળાઓ વિચારી રહ્યા છે.
હેરીટેજ ગેલેરી તરીકે અને માત્ર રાહદારી જ ઉપયોગ કરી શકે એ હેતુથી રીહેબીલીટેશન એમ પેનલ્ડ થયેલા મલ્ટી મીડીયા કન્સલ્ટન્ટ પાસેથી ડીટેઈલ ઈન્સપેકશન,સ્ટ્રકચર એનાલીસીસ રીપોર્ટ,ડીઝાઈન પ્લાનીંગ સાથે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ બીડર કન્સલ્ટન્ટ ને રૂપિયા ૭૧ લાખ ફી ચુકવીને તૈયાર કરાવવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિની મળનારી બેઠકમાં મંજુરી માટે મુકાઈ છે.
અસિત વોરાના સમયમાં પુલને તોડવાની દરખાસ્ત રજુ કરાઈ હતી..
અમદાવાદ શહેરના મેયર તરીકે અસિત વોરા હતા એ સમયે વર્ષ-૨૦૧૩માં બીઆરટીએસને શહેરમાં પ્રવેશ આપવા માટે ૧૨૫ વર્ષ જુના ઐતિહાસિક એલિસબ્રીજને તોડી તેમાંથી નીકળનારા લોખંડને હાલ કેવડીયા ખાતે બનાવાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી માટે રજુ કરાતા ભારે હોબાળો મચી ગયો હતો.અસિત વોરાની છાપ અભિમાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભકત તરીકેની છે.વોરાના સમયમાં ભારે હોબાળા બાદ હાલ જે નવો ગુજરાત કોલેજ ફલાયઓવર બ્રીજ છે એના પરથી બીઆરટીએસ પસાર કરી શહેરના કોટ વિસ્તારમાં લવાય છે.
એલિસ બ્રિજની તકતીમાં શું છે?
એલિસ બ્રિજની સ્થાપના ની તકતી પાછળથી સંસ્કાર કેન્દ્ર, પાલડીમાં ખસેડવામાં આવી. તેમાં આ પ્રમાણે લખેલું છે,
બ્રિટિશરો દ્વારા મૂળ લાકડાનો પુલ ૧૮૭૦-૭૧ની સાલમાં ૫૪,૯૨૦ પાઉન્ડના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. કાંઠા પરના બે ભાગ સિવાય આખો પુલ ૧૮૭૫ ના પૂરમાં નાશ પામ્યો.[૧] સ્ટિલનો નવો પુલ ૧૮૯૨માં એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા બાંધવામાં આવ્યો અને સર બરો હેલબર્ટ એલિસ, જેઓ ઉત્તર વિભાગના કમિશ્નર હતા, પરથી એલિસ બ્રિજ નામ પાડવામાં આવ્યું. આ પુલનું સ્ટિલ બર્મિંગહામમાંથી આયાત કરવામાં આવ્યું હતું. હિંમતલાલે આ પુલનું બાંધકામ ૪,૦૭,૦૦૦ રૂપિયામાં કર્યું જે ૫,૦૦,૦૦૦ ના પ્રસ્તાવિત ખર્ચ કરતાં ઓછા હતાં. સરકારને આ પરથી શંકા આવી અને હિંમતલાલે ઉતરતી કક્ષાનો માલ-સામાન વાપર્યો છે એવું વિચાર્યું. આના માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી અને તપાસમાં તારણ આવ્યું કે વાપરેલો માલ-સામાન ઉચ્ચ કક્ષાનો છે. સરકારના રૂપિયા બચાવવા માટે હિંમતલાલને રાવ સાહેબનો ઇલકાબ એનાયત થયો