રાજ્યની મોટાભાગની સહકારી દૂધ ડેરીઓએ પશુપાલકોને દૂધના ભાવો ઓછા આપવાના જાહેરાત કરી છે. અગાઉ જે ભાવ આપવામાં આવતો હતો તેમાં રૂ.20થી 60 સુધીનો ઘટાડો કર્યો છે પણ તેનો સીધો લાભ છૂટક દૂધ ખરીદનાર ગ્રાહકને આપવામાં આવ્યો નથી. ગુજરાતનાં મંદી શરૂ થતાં દૂધની બનાવટોના વેચાણામાં ઘટાડો થઈ રહ્યો છે. માલ સ્ટોક પડી રહે છે. મંદીનો સામનો કરી રહેલી સાબર ડેરીએ ખરીદીના દુધનો ભાવ અગાઉ રૂ.660 હતો તેમાં રૂ.40 ઘટાડો કર્યો છે. હવે રૂ.620ના ભાવે પશુ પાલકો પાસેથી દૂધ ખરીદ કરશે.
બનાસડેરી દ્વારા 2015માં પણ દૂધના એક કિલો ફેટમાં રૂ. 50 નો ઘટાડો કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ ઉદભવ્યો છે.
ફેબ્રુઆરી 2018 રાજકોટમાં ખાનગી ડેરી રાજકોટ ડેરી મર્ચન્ટસ એસોસીએશનના દૂધના વેચાણમાં લીટરે રૂ.2નો ઘટાડો કર્યો હતો. પણ સહકારી ડેરીઓએ ગ્રાહકોને કોઈ ઘટાડો કરી આપ્યો ન હતો. ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન ગ્રાહકોને ભાવઘટાડાનો લાભ આપતી નથી. ખાનગી ડેરીઓએ પ્રતિ લીટર રૂ. 2નો ઘટાડો કરી આપતા હવે છૂટક દૂધનો ભાવ રૂ. 38થી 46ની વચ્ચે આવી ચૂક્યો હતો. રાજકોટની ખાનગી ડેરીઓ પ્રતિ કિલો ફેટ રૂ. 560ના ભાવથી પશુપાલકો પાસેથી દૂધ ખરીદી કરી હતી. સહકારી ડેરીઓ આ સામે રૂ. 520ના ભાવમાં ખરીદતી હતી. સહકારી ડેરીઓનો ખરીદભાવ છેલ્લાં ચાર માસમાં પ્રતિ કિલોફેટ રૂ. 85 જેટલો ઘટાડવામાં આવ્યો હતો. દૂધની આવકો સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ વધતી હોય છે. એવા સમયે ફેડરેશન અમૂલ મિલ્કના ભાવ ઘટાડે તો બહુ અલ્પ સમય જ નીચો ભાવ રહેતો હોય છે. પરંતુ એક વખત ભાવ વધાર્યા પછી અમૂલ દૂધના ભાવ બહુ જ ઓછાં બનાવોમાં ઘટાડવામાં આવ્યા છે.
ગયા વર્ષે પણ સહકારી ડેરીઓ પાસે દૂધની આવક વપરાશ કરતા 30થી 35 ટકા વધારે થતી હતી. જે દર વર્ષે જોવા મળે છે. સાબરડેરી દ્વારા 2017માં ડેરીના દૂધ ઉત્પાદકો માટે 9 ટકા ભાવ વધારો આપવામાં આવ્યો હતો ત્યારે જુન 2018માં આ ભાવ ઘટાડી 3.30 ટકા કરવામાં આવ્યો છે, જેના કારણે અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો રોષે ભરાયા હતા.