[:gj]ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મગફળી આંદોલન પણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમેરિકા જતાં રહ્યાં[:]

[:gj]કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. જેમાં બનાસકાંઠામાં પણ કોંગ્રેસ દ્વારા રૂ.400 કરોડના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી કૌભાંડી જેલમાં નહીં જાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પણ આ વિસ્તાર પર પ્રભાવ ધરાવતાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અહીં આંદોલનમાં હાજરી આપી આગેવાની લેવાના બદલે અમેરિકા ફરવા જતાં રહ્યાં હોવાથી સ્થાનિક લોકો તેની ટીકા કરી રહ્યાં છે.

20 ઓગસ્ટે ભાભર ખાતે ખેડૂત આંદોલનમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાભર, સુઈ ગામ, વાવ કે જે પાકિસ્તાનની સરહદ પર કચ્છના રણની કાંધી પર આવેલા છે ત્યાં જમીન ખારી હોવાથી મગફળી થતી જ નથી. છતાં અહીં મગફળી થાય છે તેવું ચોપડા પર બતાવીને ભાજપ સરકારે મગફળી ખરીદી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે હું દેશનો ચોકીદાર છું એવું કહેનાર લોકો જ કૌભાંડમાં ભાગીદારી કરી રહ્યાં છે. મગફળી કેન્દ્રો પસંદ કરવામાં ભાજપના લોકો છે. સમગ્ર કૌભાંડમાં જવાબદાર લોકો જેલમાં નહીં જાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તેમણે જાહેરાત કરી હતી. કૌભાંડમાં માછલીઓ પકડાઈ છે, મગર મચ્છ હજુ પાણીમાં ફરે છે. આ મુદ્દે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે મગફળી કૌભાંડના મુળીયા મુખ્ય પ્રધાનના કાર્યાલય સુધી જાય છે. ભાજપ સરકાર કૌભાંડીઓને જેલ હવાલે નહીં કરે તો ગુજરાત વિધાનસભા ઘેરાવ કરવામાં આવશે.

પરેશ ધાનાણીએ કહ્યું કે મલાઈ કોણ તારવી ગયું તેનો જવાબ જનતા માંગી રહી છે. ખારાશ વાળી જમીનમાં રૂ.400 કરોડની મગફળી કઈ રીતે થાય. મગફળી ખરીદીના 259 કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા તે ભાજપના લોકોને જ ફાળવેલાં હતા. જેમાં મગફળી કૌભાંડ થયું છે.

વાવ-ભાભર મત વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, અહીંના ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થયા ત્યારે તેને ખબર પડી કે તે મગફળી ઉગાડે છે અને તેણે વેંચી છે. આ વાતને સમર્થન આપતાં ભાભરની જાહેર સભામાં બે ખેડૂતોએ જાહેરમાં કહ્યું હતું કે, તેમના બેંક ખાતામાં મગફળી વેંચ્યા વગર જ રૂ.5 લાખ જમા થયા છે. બીજા ખેડૂતે જાહેર કર્યું કે તેના બેંક ખાતામાં પણ રૂ.1.50 લખ જમા થયા છે. આ બન્ને ખેડૂતોના ખાતામાં જે રૂપિયા જમા થયાં હતા તે ભાજપના કાર્યકરો લઈ ગયા છે એવું આ ખેડૂતોએ જાહેરમાં કહ્યું હતું. આમ સેંકડો ખેડૂતોના ખાતામાં મગફળી વેંચ્યા વગર રૂપિયા જમા થયા છે.[:]