સામાન્ય બેઠકોના વિદ્યાર્થીઓને મોટું નુકશાન થશે

મેડિકલમાં ૪૭૯૦, ડેન્ટલમાં ૧૧૯૩, આયુર્વેદમાં ૧૧૮૨ અને હોમિયોપેથીમાં ૧૯૪૪ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી કરતાં ઓપન કેટગરીના વિદ્યાર્થીઓને બેઠકોમાં ભારે નૂકશાન થાય તેવી શકયતાં ઊભી થઈ છે.

EWS લાગુ કરવામાં આવે તો ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓની નૂકશાન જાય તેમ હોવાછતાં આજે પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમા મેડિકલમાં મેનેજમેન્ટ, એનઆરઆઇ કવોટા સહિત કુલ ૪૭૯૦ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે.  અગાઉ પ્રવેશ સમિતિએ  EWS  કેટેગરીમાં બેઠકો વધારવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતનો કોઇ જવાબ આવે તે પહેલા જ વિદ્યાર્થીઓને બેઠકોની ફાળવણી કરી દેવામાં આવતાં ઓપન કેટગરીના વિદ્યાર્થીઓને ભારે નૂકશાન થાય તેવી શકયતાં ઉભી થઇ છે. આગામી દિવસોમાં આ મુદ્દે નવો વિવાદ ઉભો થાય તેવી પણ શકયતાં છે.
મેડિકલમાં ૪૭૯૦ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ બેઠકોમાં એનઆરઆઇ કવોટાની ૫૧૦ બેઠકો ઉપલબ્ધ હતી. જે પૈકી આ કવોટામાં માત્ર ૧૦૪ બેઠકો ભરાતા ખાલી પડેલી ૪૦૬ બેઠકો મેનેજમેન્ટ કવોટામા રૂપાંતર થઇ ગઇ હતી. જેના લીધે મેનેજમેન્ટ કવોટાની કુલ બેઠકો અગાઉ જે ૨૦૦ હતી તેમાં એનઆરઆઇ કવોટા મળતાં ૬૦૬ બેઠકો થઇ ગઇ હતી. આજ રીતે ડેન્ટલમાં ૧૧૯૨ બેઠકો પર વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી કરી દેવામાં આવી હતી. ડેન્ટલમાં એનઆરઆઇ કવટાની ૮૪ બેઠકો હતી તે પૈકી માત્ર એક જ બેઠક ભરાતા બાકી રહેલી ૮૩ બેઠકો મેનેજમેન્ટ કવોટામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. મેનેજમેન્ટ કવોટની ૧૪૧ બેઠકો હતી જેમાં ૮૩ બેઠકો મળતાં ૨૨૪ બેઠકો થઇ હતી. આ બેઠકો પર આજે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો.  EWS  કેટેગરીમાં રાજકોટ, ભાવનગર ઉપરાંત સોસાયટીની ૮ કોલેજો ઉપરાંત સુરત અને અમદાવાદની કોલેજમાં ૩૪૦ બેઠકો હતી જે પૈકી ૨૦૫ બેઠકો આ કેટેગરીમાં ભરવામાં આવી હતી. ડેન્ટલમાં આજે કોલેજ ફાળવણી સમયે જ  EWS  લાગુ કરવામાં આવતાં કુલ ૧૨૫ બેઠકો આ કેટેગરીમાં ભરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી આપવામાં આવ્યો છે તેઓએ તા.૧૬મીથી ૨૧મી સુધીમાં કોલેજમાં જઇને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે. આ ઉપરાંત તા.૧૭મીથી ૨૨મી સુધી ૨૩ જેટલા હેલ્પ સેન્ટરો પર જઇને ઓરિજનલ ડોક્યુમેન્ટ પણ સબમીટ કરવાના રહેશે. પ્રવેશ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલી પ્રવેશમા બી.જે.મેડિકલ કોલેજ ૧૬૮ રેંક સાથે બંધ થઇ હતી.