પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા જેમને છાવરવા માંગતા હતા તે મોડાસાના પી.આઈ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા એન.કે. રબારી સામે કમને પગલાં ભરવા પડ્યા છે.
મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા પોલીસતંત્ર હરકતમાં મોડાસાના સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય અનુ.જાતિ સમાજની યુવતી અપહરણ,સામુહિક દુષ્કર્મ કેસમાં શુક્રવારે એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારી એફઆઈઆર નોધવાથી લઈ, આરોપીઓની ધરપકડ સંદર્ભે રાજ્ય સરકારે માનવ, મહિલા અને એસ.સી અધિકારીઓના તેમજ તપાસ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી…? તેનો વિસ્તૃત અહેવાલ ૧૫ દિવસમાં એસસી આયોગને સોંપવા ચીફ સેક્રેટરીને તાકીદ કરી હતી. કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી મોડાસા ટાઉન પીઆઈ નાગજી રબારીને સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
મૃતક “નિર્ભયા” ના પરિવારજનોએ યુવતીનું અપહરણ મોડાસાથી થતા તે અંગે મોડાસા ટાઉન પીઆઈ એન.કે.રબારી ને ૩.૦૧.૨૦૨૦ ના રોજ લેખિત ફરિયાદ આપતા પીઆઈ રબારીએ તમારી દીકરીએ સમાજના દીકરા સાથે લગ્ન કરી લીધા હોવાનું અને તમારી દીકરી સલામત હોવાનું જણાવી આજ રટણ બીજા દિવસે યથાવત રાખતા અને બે દિવસપછી તમારી દીકરીને પરત લઈ જજો. જણાવતા પીઆઈ એન.કે.રબારી પર વિશ્વાસ રાખતા દીકરી ગુમાવવાનો વારો આવ્યો હોવાનું અને પીઆઈ રબારી સામે પણ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.
રેન્જ આઈજી મયંક ચાવડાએ પરિવારજનો અને સામાજિક અગ્રણીઓને તટસ્થ તપાસ કરવાની બાહેંધરી આપતા પરિવારજનોએ પીઆઈ એનકે રબારી સામે ફરિયાદ નોંધવાની માંગ પડતી મૂકી હતી. સાંસદ ર્ડો.કિરીટ સોલંકી અને રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ પણ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવામાં આવેની માંગ કરી હતી. જીલ્લા પોલીસવડા મયુર પાટીલ પર પણ પી.આઈ. રબારીને છાવરતા હોવાના આક્ષેપ થતા તેમની બદલી ઇસરી પોલીસ સ્ટેશન કરાયા બાદ ડીજીપી શિવાનંદ ઝાએ એન.કે. રબારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
જે યુવતીના મોતને લગતી અને પોલીસની બેદરકારી બંને બાબતોની તપાસ કરશે.સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલનો સીટમાં સમાવેશ કરાયો હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ મોડાસાની પીડિતાના ત્રણ આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમાર મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયા હતા. જ્યારે આરોપી સતીશ ભરવાડ હાલ પણ ફરાર છે. પોલીસે એક આરોપીને પકડવા બે ટીમો બનાવી હોવા છતાં પોલીસ પકડથી દૂર રહેતા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા હતા.