સારી કામગીરી બદલ ગાંધીનગરની મહિલાઓને એવોર્ડ

મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા નવ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત દસમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં બે દિવસીય “ઉષા પર્વ” નું આયોજન તા.૦૯-૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

“ઉષા પર્વ” અંતર્ગત પ્રથમ દિવસે તા.૦૯ માર્ચ ૨૦૧૯ ના રોજ દસમાં ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડમાં ઉદગમ ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટી ડો. મયુર જોશીએ સ્વાગત પ્રવચન આપી સંસ્થાના કાર્યોની અને ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડના પ્રક્રિયાની માહિતી આપી હતી.

દસમાં ઉદગમ વુમન્સ એચીર્વર એવોર્ડ સમારંભના મુખ્ય મેહમાન તરીકે ગ્રામશ્રીના સ્થાપક તથા સમાજસેવી અનારબેન પટેલ, અને અતિથિ વિશેષ તરીકે ગાંધીનગરના પદનામિત ડેપ્યુટી મેયર શ્રી નાજાભાઇ ઘાંઘર, લિટલ વિંગ્સ હોલિસ્ટિક લર્નિંગ સેન્ટરના સ્થાપક અને સમાજસેવી શ્રીમતી ઉષા અગ્રવાલ તથા ગાંધીનગરના ઇન્ચાર્જ મેયર દેવદ્રસિંહ ચાવડા સાથે ઉદગમના ટ્રસ્ટી ધુવભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ કેટેગરીમાં શૈલા પરેશ ધાર્મિક, શ્રીમતી કીર્તિદાબેન શાહને લાઈફટાઈમ એચીવમેન્ટ, સમાજ સેવા રીટાબેન ત્રિવેદી, પ્રિયાંશી પટેલ, શિક્ષણમાં રોનીતા ડી’સુઝા,પરવીન ડૉક્ટર, કાયદોમાં દિપીકાબેન ચાવડા, કાર્પોરેટ વિભા નટરાજ, મીતા ત્રિવેદી, કલા અને સંસ્કતિમાં ચૌલા દોશી, અમિત એ દલાલ, ડૉ. મિતાલી નવિનીત નાગ, સોનલ મજમુદાર,સંગીતા રવિન્દ્રકુમાર, ઉદ્યોગ સાહસિકતા મીનાક્ષી જય આહુજા, ડૉ.ગીતીકા સલુજા, સાહિત્યમાં વિજયાલક્ષ્મી જે, પત્રકારત્વમાં અમી શર્મા, તથા આરોગ્યમાં ડૉ. આશીષ કૌર ચૌધરી, ડૉ. વિરલ જનક ઠક્કર, તથા ફેશનમાં પૂર્વી ત્રિવેદી, ઓક્યુટીઝમ અને આધ્યાત્મિકતામાં ભારતી વર્મા તથા મીતા જાની, અને યંગ અચીવર તરીકે ઐશ્વર્યા એ જૈન જેવી વિવિધ ક્ષેત્રમાં નોંધનીય કામગીરી કરનાર ૨૪ નારીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

ઉદગમ વુમન્સ એચીર્વસ એવોર્ડના પરમજિત કૌર છાબડાએ આભારવિધિ અને દેવેન્દ્ર પારેખએ કાર્યક્મનું સંચાલન કર્યું હતું, કાર્યક્રમને સફળ બનાવામાં આશાબેન સરવૈયા,સંજયભાઈ થોરાટ અને વૈજંતી ગુપ્તેનો અદભુત સહયોગ સાપડ્યો . શર્મિષ્ટાબેન દવે, મુક્તિબેન વૈષ્ણવ,ચાણક્ય જોશી, ડો. નીતા શેખાત, ઇલાબેન જોશી, ભાર્ગવ પરીખ, અમિત પંડ્યા તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Lifetime Achievement Award
1 Kirtidaben Shah Social Work
2 Ritaben Trivedi
3 Priyanshi Patel
4 Education
5 Mrs. Ronita D’souza
6 Pervin Doctor Entrepreneur
7 Meenakshi Jay Ahuja
8 Dr. Gitija Saulja Literature
9 Vijayalakshmi J Art & Culture
10 Chaula Doshi
11 AMITA A DALAL
12 Dr. Mitali Navneet Nag
13 Sonal Majmudar
14 Sangeetha Ravindranath – Health
15 Dr.Ashish Kaur Chaudhary
16 Dr. Viral Janak Thakkar – Journalism
17 Ami Sharma – Corporate
18 Vibha Natraj
19 Meeta Trivedi – Divyang
20 Shaila Paresh Dharmik – Fashion
21 Purvi Trivedi – Occultism and spirituality
22 Bharti Verma
23 Meeta Jani – Young achiever
24 Aishwarya A Jain – LAW
25 Dipika Chavda